Water Guidelines: ઉંમર, લિંગ, શરીરના વજન અને આબોહવાને આધારે દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત બદલાય છે. જો કે, દરેક  લોકો માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.


ફિટ અને સ્વસ્થ રહેવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. માનવ શરીર 65-70 ટકા પાણીથી બનેલું છે. આ જ કારણ છે કે, શરીરને વિવિધ કાર્યો માટે પાણીની જરૂર પડે છે. પાણી શરીરના તમામ અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે રક્ષણ પૂરું પાડે છે. પાણીની બાબતમાં દરેકની અલગ-અલગ જરૂરિયાતો હોય છે. પાણીની જરૂરિયાત વય, લિંગ, શરીરના વજન અને આબોહવાને આધારે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. જો કે, બધા લોકો માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. આવો જાણીએ વિવિધ ઉંમરના લોકોએ કેટલું પાણી પીવું જોઈએ?


1-3 વર્ષના બાળકોએ કેટલું પાણી પીવું જોઈએ


ડાયટિશિયન શિખા કુમારીએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે 1-3 વર્ષના બાળકોને દરરોજ 4-5 કપ અથવા 800-1000 મિલી પાણી પીવું જોઈએ.


4 થી 8 વર્ષના બાળકોએ કેટલું પાણી પીવું જોઈએ?


4 થી 8 વર્ષની વયના બાળકોએ દરરોજ 1200 મિલી અથવા 5 કપ પાણી પીવું જોઈએ. આમાં પ્રવાહી ખોરાકનો પણ સમાવેશ થાય છે.


9-13 વર્ષના બાળકોએ કેટલું પાણી પીવું જોઈએ?


9-13 વર્ષના બાળકોએ દરરોજ 7 થી 8 કપ અથવા 1600-1900 મિલી પાણી પીવું જોઈએ.


કિશોરોએ કેટલું પાણી પીવું જોઈએ?


14 થી 18 વર્ષના કિશોરોએ દરરોજ 1900 થી 2600 મિલી એટલે કે 8-11 કપ પાણી પીવું જોઈએ.


પુખ્ત વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ?


19 થી 64 વર્ષની વયના લોકોએ દરરોજ 8-11 કપ એટલે કે 2000 થી 3000 ml પાણી પીવું જોઈએ. જો કે, પાણીની જરૂરિયાત વ્યક્તિની જરૂરિયાત, તેનું વજન અને આબોહવા જેવા પરિબળો પર પણ આધાર રાખે છે.


વૃદ્ધ વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ?


65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ પણ દરરોજ 8-11 કપ અથવા 2000 થી 3000 મિલી પાણી પીવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં ડિહાઇડ્રેશનનું  જોખમ વધી શકે છે, તેથી વૃદ્ધ વ્યક્તિએ હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.