Skin Cancer: શરીરમાં તલ હોવા એ સામાન્ય બાબત છે પરંતુ જો તલમાં કંઇ ફેરફાર થાય તેનું કદ થોડા સમયમાં જ ફટાફટ વધે,. તેનો કલર અસાધરણ રીતે ચેન્જ થાય તો આ તમામ સંકેત ચો્ક્કસ ચિંતાજનક છે. જો આપના શરીરમાં પણ તલ હોય અને તેમા કોઇ ફેરફાર થતો હોય તો તેની અવગણના કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જાણીએ આ મુદે એક્સ્પર્ટ શું કહે છે


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચહેરા કે શરીરના કોઈપણ ભાગમાં તલ  હોવાનો પોતાનો વિશેષ અર્થ હોય છે.ઘણીવાર જ્યોતિષી  અલગ-અલગ સ્થાને આવેલા શરીરના તલનો જુદો જુદો અર્થ કાઢે છે કે તે શુભ છે કે નહીં. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વિજ્ઞાન આ તલને  અશુભ માને છે. મેડિકલ સાયન્સ અનુસાર, ત્વચા પર તલ  શરીરમાં કોઈ ખામીને કારણે હોય છે, પરંતુ જો તે જ તલ  અચાનક વધવા લાગે અથવા રંગ બદલાય તો કેન્સરના લક્ષણો હોઈ શકે છે.


ઉંમરની સાથે દરેક વ્યક્તિની ત્વચામાં ઘણા ફેરફારો થાય છે. ઘણા નવા તલ બહાર આવવા લાગે છે. ત્વચા પર તલ  અથવા પિગમેન્ટેશન શરૂ થાય છે. તો શું આપણે તેના વિશે ટેન્શન લેવાની જરૂરી છે. શું શરીરમાં થતાં તલ કેન્સરના સંકેત છે. આવો જાણીએ...


તલ શું છે?


મોલ્સ અથવા તલ  વ્યક્તિની ઉંમર અનુસાર તેના આકાર અને રંગમાં ફેરફાર કરે છે. પુખ્ત વ્યક્તિમાં લગભગ 10 થી 40 તલ હોય છે. તલ ર શરીરના કોઈપણ ભાગ પર હોઈ શકે છે. જન્મની સાથે-સાથે 50 વર્ષની ઉંમર સુધી તે થતા  રહે છે. તલ કોઈપણ ભાગ પર થઈ શકે છે જેમ કે માથા, પગ અને હાથ, ત્વચા વગેરે પર.


શરીર પર તલ થવાના કારણો


શરીર પર તલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવું. તલ  ત્યારે જ થાય છે જ્યારે ત્વચામાં મેલાનિન નામના પિગમેન્ટનું સ્તર વધવા લાગે છે. આ રંગદ્રવ્યો ત્વચામાં રંગ ઉત્પન્ન કરે છે.


કદમાં ફેરફાર


ઉંમર પ્રમાણે તલનું  કદ અને આકાર પણ વધે છે. પરંતુ જો તલ  સમગ્ર વર્ષ દરમિયાન 6 મહિનામાં તેનું મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે. તેના રંગમાં ફરક પડે તો વિલંબ કર્યા વિના  તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ, આ સ્કિન કેન્સરના સંકેત હોઇ શકે છે.


તલનો આકાર બદલાઈ રહ્યો છે.


જો તલ  પહેલા નાનું અથવા ગોળ હતું પરંતુ અચાનક તે ધારથી વધી રહ્યું છે અથવા ઉપરની તરફ વધી રહ્યું છે, તો તે ખતરનાક બની શકે છે.  કારણ કે તે ત્વચાના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે.


રંગ પરિવર્તન


તલનો રંગ કાળો કે ભૂરો હોય છે. પરંતુ ધીમે-ધીમે તેના રંગમાં ફેરફાર થાય છે અને બાદમાં તે લાલ રંગમાં પરિવર્તિત થાય તો તે સ્કિન  કેન્સરના સંકેત પણ હોઇ શકે છે.


પોપડી  પડી જવી


તલના ઉપરી સ્કિન નીકળી જવી સંપૂર્ણપણે અસામાન્ય છે. જો તલમાં આવા કોઇ લક્ષણો દેખાય તો આ સ્કિન કેન્સરના સંકેત હોઇ શકે છે. આ માટે  સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઇએ