Health Tips: 30 મિનિટ નિયમિત દોડીને આપ કેટલું કેટલા સમયમાં વજન કરી શકો છો ઓછું? જાણો એક્સ્પર્ટ કેલ્કુલેશન

સામાન્ય રીતે, એક પુખ્ત સ્ત્રીએ દરરોજ 1,600 થી 2,200 કેલરી ખર્ચ કરવી જ્યારે પુરૂષોએ દરરોજ 2,200 થી 3,000 કેલરી બર્ન કરવાની જરૂર છે.

Continues below advertisement

Health Tips: જ્યારે શરીરમાં વધુ કેલરી હોય છે, ત્યારે વધારાની કેલરી ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. આ સ્થૂળતા તરફ દોરી જશે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે. આ કારણે દરરોજ કેલરી બર્ન કરવાની જરૂર છે. દરેક કાર્ય અમુક કેલરી બર્ન કરે છે. દોડવું એ પણ કેલરી બર્ન કરવાની એક શ્રેષ્ઠ રીત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે અડધો કલાક દોડવાથી કેટલી કેલરી બાળી શકાય છે.

Continues below advertisement

1 દિવસમાં કેટલી કેલરી બર્ન કરવી જોઈએ

આરોગ્ય નિષ્ણાતોના મતે, એક દિવસમાં ખર્ચવામાં આવતી કેલરીની સંખ્યા ઘણા પરિબળો પર આધારિત છે. જેમાં ઊંચાઈ, ઉંમર, વજન અને કામ જેવી બાબતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, એક પુખ્ત સ્ત્રીએ દરરોજ 1,600 થી 2,200 કેલરી બર્ન કરવી  જોઈએ. જ્યારે પુરૂષોએ દરરોજ 2,200 થી 3,000 કેલરી બર્ન કરવાની જરૂર છે. જો તે આનાથી ઓછી ખર્ચ કરો તો શરીરમાં  ઘણી સમસ્યાઓ વધી શકે છે. જો કે, દરેક વ્યક્તિ માટે કેલરી બર્ન કરવાના અલગ-અલગ નિયમો છે.

અડધો કલાક દોડવાથી તમે કેટલી કેલરી બર્ન કરશો?

બર્નિંગ કેલરી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. આમાં વજન પણ મહત્વનો ભાગ ભજવે છે. જો કોઈ વ્યક્તિનું વજન લગભગ 55 કિલો છે અને તે 7 KM પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો તે 150 કેલરી બર્ન કરી શકશે. જો વજન 70 કિલોની આસપાસ હોય તો 186 કેલરી બર્ન થશે. તેવી જ રીતે, જો 55 કિલોનો માણસ એક મિનિટ દોડે છે, તો તે 11.4 કેલરી બર્ન કરશે. મતલબ કે દોડવાની 30 મિનિટમાં 350 કેલરી બર્ન થઈ શકે છે.

વજન ઘટાડવા માટે કેટલી કેલરી બર્ન કરવી

નિષ્ણાતોના મતે, વજન ઘટાડવા માટે તમારે દરરોજ 500-700 વધુ કેલરી બર્ન કરવી પડશે. આવી સ્થિતિમાં, તમારે એવા કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જે આટલી બધી કેલરીનો ઉપયોગ કરી શકે છે. વજન ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે, અનહેલ્ધી ફૂડ ખાવા પર નિયંત્રણ રાખવું.  કાર્બોહાઈડ્રેટનો ઇનટેક ઓછો કરવો.   ખોરાકમાં પ્રોટીન વધારવું. દરરોજ અડધાથી એક કલાક વર્કઆઉટ કરો. દોડવું, સાયકલિંગ, સ્વિમિંગ એ સારી કસરતો છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Continues below advertisement
Sponsored Links by Taboola