Ayurvedic Treatment For Diabetes: આપ આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર વડે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આ માટે બેરી, તજ, મેથી અને એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. જે બ્લડ શુગર ઘટાડે છે.
ડાયાબિટીસ એક એવો રોગ છે જે શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. ડાયાબિટીસ આપણા શરીરના અન્ય અંગને પણ ડેમેજ કરે છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસના દર્દીએ ખૂબ કાળજી લેવી જોઈએ. આહાર અને જીવનશૈલી દ્વારા ડાયાબિટીસને ઘણું નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓ છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે.
ડાયાબિટિસ માટેના ઘરેલું ઉપાય
મેથી
મેથીનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે થાય છે. મેથીના દાણા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ બીજના પાણીને સવારે ખાલી પેટ પીવો. આ ઉપાય બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
તજ
તજનો ઉપયોગ મસાલા માટે કરાઇ છે. તજથી ડાયાબિટિસ કન્ટ્રોલ થાય છે.તેમાં ડાયાબિટિસ વિરોધી ગુણ છે. નિયમિત અડધી ચમચી તજના પાવડરનું સેવન કરવાથી ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે.
અંજીરના પાન
ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે અંજીરના પાનનો ઉપયોગ થાય છે. જેનાથી પણ બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. તેને ખાલી પેટ ચાવીને ખાઇ શકો છો.
જાંબુના બીજ
ડાયાબિટિસ માટે જાંબુના બીજનો પાવડર અકસીર છે. જાંબુના બીજને સૂકવીને તેને પાવડર બનાવી લો. હુંફાળા પાણી સાથે આ પાવડરનું સેવન કરવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.
આંબળા
ડાયાબિટિસમાં વિટામિન સીથી ભરપૂર આંબળા પણ ખૂબ જ ફાયદાકારક છે. આંબળામાં હાઇપોગ્લોઇસેમિક ગુણ હોય છે. આંબળા ખાધાના માત્ર અડધા કલાક બાદ બ્લડ શુગર લેવલ ઓછું કરી શકાય છે. તેના માટે આંબલાનાટૂકડા કરીને પીસને તેનો પાવડર બનાવી લો અને તેની એક ગ્લાસ પાણી સાથે કરો. જે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં કારગર છે.