Cinnamon Water: જાડા લોકોને વજન ઘટાડવાનું વિશ્વનું સૌથી મુશ્કેલ કામ લાગે છે, તેમ છતાં તેઓ પ્રયત્ન કરતા રહે છે. જીમ સિવાય લોકો ઘરમાં ગરમ પાણી, મધ અને લીંબુ સાથે ગરમ પાણી, ગ્રીન ટી અને ન જાણે કેટલા અન્ય ઉપાયો કરતાં હોય છે. આવા લોકોએ વજન ઘટાડવા માટે એકવાર તજનું પાણી જરૂર અજમાવવું જોઈએ. આવો જાણીએ આ પાણી કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને તેનાથી શું ફાયદાઓ મેળવી શકાય છે.
તજ અને તેના ફાયદા
તજ એક એવો મસાલો છે. જે દરેક ભારતીય રસોડામાં આસાનીથી મળી જાય છે. શાકભાજીથી લઈને કેસરોલ્સ સુધી તજની મહત્વની ભૂમિકા છે તે સ્વાદને બમણો કરે છે, તજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ઝિંક, વિટામિન્સ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયર્ન જેવા ઘણા સંયોજનો હોય છે. અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્ત્વો હાજર છે, જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમે ઘણા રોગને દૂર રાખી શકો છો, જો કે ઘણા લોકો તેનો ઉપયોગ પેટની ચરબી ઓગળવા માટે કરે છે. તો ચાલો જાણીએ તજનું પાણી કેવી રીતે બનાવવું.
તજનું પાણી કેવી રીતે બનાવવું
તજનું પાણી બનાવવા માટેની સામગ્રી
- પાણી: 1 થી 1.5 કપ
- તજ પાવડર: 1 ચમચી અથવા બે ટુકડા
- મધ: 1 ચમચી
- લીંબુનો રસ: સ્વાદ મુજબ
- કાળા મરી પાવડર: 1 ચમચી
તજનું પાણી બનાવવા માટેની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં પાણીને થોડું ગરમ કરો. આ પાણીમાં તજ પાવડર નાખી 1 થી 2 મિનિટ ઉકાળો. આ પાણીમાં કાળા મરીનો પાવડર નાખીને 20 સેકન્ડ માટે ઉકાળો. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને ગરણીની મદદથી ગાળી લો અને હૂંફાળું હુંફાળું પીવો.
અભ્યાસમાં આ બાબત જાણવા મળી
અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે, જેનાથી વજન ઘટે છે અને પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. તજના પાણીનું સેવન કરવાથી શરીરમાં થર્મોજેનેસિસનું ઉત્પાદન 20 ટકા ઓછું થાય છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
તજનું પાણી ક્યારે પીવું
ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે પાણી પીવે છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ખોટી છે, વજન ઘટાડવા માટે તજનું પાણી રાત્રે સૂવાના 1 કલાક પહેલા પીવું જોઈએ.