Health Tips:શું સવારે બેડ પરથી ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવું યોગ્ય છે કે પછી કંઈક ખાધા પછી પાણી પીવું યોગ્ય છે? જાણીએ કઇ રીત હેલ્ધી છે
પાણીનો શરીરની આંતરિક દૈહિક ક્રિયામાં એ ખૂબ જ મહત્વનો રોલ . પાણી વિના માનવ શરીરની કલ્પના પણ કરી શકાતી નથી. શરીરને યોગ્ય રીતે કામ કરે માટે તે માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે આખા દિવસમાં કેટલું પાણી પીઓ છો. આ દરમિયાન સવાલ એ થાય છે કે શું સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવું યોગ્ય છે કે પછી કંઈક ખાધા પછી પાણી પીવું યોગ્ય છે? મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પાણી પી લે છે. જ્યારે કેટલાક લોકો લાંબા સમય સુધી ચાલવા નીકળે છે. વોક કરીને આવ્યા પછી, બ્રશ કર્યા પછી, કંઈક ખાઇને પાણી પીવે છે.
સવારે ઉઠતાની સાથે જ પાણી પણ જરૂરી છે કારણ કે ડીહાઈડ્રેશનથી બચી શકાય છે.
તમે ઘણી વાર વાંચ્યું હશે કે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ, કારણ કે આખી રાત સૂયા પછી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. અને જો તમે સવારે ઉઠીને પાણી પીશો તો તમારું શરીર ડિહાઈડ્રેશનથી સુરક્ષિત રહેશે. આજે આપણે આ લેખમાં આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. 'નેટવર્ક 18'માં છપાયેલા સમાચાર અનુસાર, દિલ્હીના પ્રખ્યાત ડૉક્ટર કિરણ દલાલ કહે છે કે પેટને સાફ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
પાણી પેટ સાફ કરે છે
પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ પાણી પીશો તો તમારા આંતરડાની બધી ગંદકી બહાર નીકળી જશે. આ સાથે, આંતરડા અને કોલોન બધું બરાબર સાફ થાય છે. આ સાથે તમારી પાચનતંત્ર પણ મજબૂત બને છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તો તેણે ખાલી પેટ પાણી પીવું જોઈએ. પાણી શરીરને સંપૂર્ણ સ્વચ્છ રાખવાનું કામ કરે છે.
પાણી શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરે છે
પાણી શરીરમાંથી ગંદકીને દૂર કરે છે. એક રીતે જોઈએ તો શરીરને સાફ કરવાનું કામ પાણી જ કરે છે. આના કારણે શરીરનું મેટાબોલિઝમ જળવાઈ રહે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, માનવ શરીરમાં માત્ર 70 ટકા પાણી હોય છે. તેથી, જો શરીરમાં પાણીની અછત હોય, તો ઘણા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થઈ શકશે નહીં.
પાણી સામાન્ય અથવા હૂંફાળું પીવું જોઈએ
ઘણી વખત લોકોના મનમાં આ સવાલ પણ ઉઠે છે કે, સવારે ખાલી પેટે સામાન્ય કે નવશેકું પાણી પીવું જોઈએ. આ સવાલના જવાબમાં ડૉક્ટર કહે છે કે સવારે નવશેકું પાણી પીવું વધુ ફાયદાકારક છે. પરંતુ જો તમે સામાન્ય પાણી પીતા હોવ તો પણ કોઈ સમસ્યા નથી કારણ કે શરીરનું તાપમાન હંમેશા બહાર કરતા વધુ ગરમ રહે છે. તેથી જ તમે ગરમ પીવો કે સામાન્ય પીવો તેનાથી કોઈ ફરક પડતો નથી