Weight loss tips : મોટાભાગના લોકો બેલી ફેટથી પરેશાન હોય છે. તેથી સ્લિમિંગ બેલ્ટનો ઉપયોગ કરે છે. તો જાણીએ કે શું સ્લિમિંગ બેલ્ટ ખરેખર તમારા પેટની ચરબી ઘટાડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, પેટની ચરબી ઘટાડવા માટે જીવનશૈલીમાં આહાર શૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. દરેક વ્યક્તિ આ કામ કરી શકતી નથી. તેથી કેટલાક લોકો સ્લિમલિંગ દેખાવા માટે સ્લમિંગ બેલ્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે આપ સ્લિમ દેખાવા લાગે છે. પુરુષો અને સ્ત્રીઓ માટે બજારમાં વિવિધ પ્રકારના વજન ઘટાડવાના બેલ્ટ ઉપલબ્ધ છે. આ બેલ્ટ આપના પેટની 1 થી 2 ઈંચ ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. વિસ્તારથી સમજીએ કે સ્લમિંગ બેલ્ટ કેટલું ઉપયોગી છે.
સ્લિમિંગ બેલ્ટના પ્રકાર
સિમ્પલ એબ્ડોમિનલ બેલ્ટ
આ એક પ્રકારનો સ્ટ્રેચેબલ બેલ્ટ છે. જેના દ્વારા તમે પેટની ચરબીને 2 ઈંચ સુધી ઘટાડી શકો છો.
ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેશન એબ્ડોમિનલ બેલ્ટ
આ પ્રકારના બેલ્ટમાં ઇલેક્ટ્રિક પેડ લગાવવામાં આવે છે, જે વીજળી દ્વારા તમારા પેટને ટ્યુન કરે છે. કેટલી ઈલેક્ટ્રિક હીટ આપવી તે નિયંત્રિત કરવા માટે તેમાં લેવલ બટન પણ છે.
એપેટીટ રિડ્યિજિંગ એબ્ડોમિનલ બેલ્ટ
આ બેલ્ટ તમારી ભૂખ ઓછી કરવામાં મદદરૂપ છે, જે તમારા શરીરમાં કેલરીને પણ કંટ્રોલ રાખે છે.
સ્લિમિંગ બેલ્ટના ફાયદા
ગર્ભાવસ્થા પછી, આપની લોઅર બેલીનું વજન ઘટાડવામાં તે મદદ કરે છે. આ બેલ્ટ આપનું પોસ્ટર સુધારવામાં કારગર છે.આ બેલ્ટને આપ કપડાની અંદર પહેરી શકો છો. જેથી ગમે ત્યાં જાવ આપ તેની કેરી કરી શકો છો.
સ્લિમિંગ બેલ્ટના ગેરફાયદા-
દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા પણ છે. જો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરો છો, તો તેનાથી તમારું બ્લડ પ્રેશર વધે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ થોડા સમય માટે જ કરવો જોઈએ.