how to remove bitter gourd bitterness: કારેલાનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો, ખાસ કરીને બાળકો મોઢું બગાડતા હોય છે. આ પાછળનું એકમાત્ર કારણ છે તેની કડવાશ! પરંતુ, જો તમે કેટલીક સ્માર્ટ કિચન ટ્રિક્સનો ઉપયોગ કરો તો આ જ કડવા કારેલા એટલા સ્વાદિષ્ટ બની જશે કે તમારા બાળકો પણ તેને કોઈપણ બહાના વગર હોંશે હોંશે ખાવા લાગશે. કારેલા સ્વાસ્થ્ય માટે ખરેખર એક ખજાનો છે; તે બ્લડ સુગરને કંટ્રોલ કરવાથી લઈને પાચન સુધારવામાં અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તો ચાલો જાણીએ કારેલાની કડવાશ દૂર કરવાના કેટલાક સાવ સરળ અને અસરકારક નુસ્ખા.
કારેલાની કડવાશ ઘટાડવાની 5 આસાન રીતો:
મીઠું અને હળદરનો જાદુ:
સૌથી જૂની અને જાણીતી રીત છે મીઠું અને હળદરનો ઉપયોગ. કારેલાને કાપીને તેના ટુકડા પર મીઠું અને હળદર લગાવીને 30 મિનિટ માટે રહેવા દો. આનાથી કારેલાનું કડવું પાણી છૂટું પડી જશે અને તેનો સ્વાદ ઘણો સારો થઈ જશે.
લીંબુનો રસ છે અસરકારક:
કડવાશ દૂર કરવા માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. સમારેલા કારેલા પર થોડો લીંબુનો રસ નીચોવીને તેને 20 થી 30 મિનિટ માટે રાખી મૂકો. લીંબુની ખટાશ કારેલાની કડવાશને બેલેન્સ કરે છે અને સાથે જ તેમાં રહેલું વિટામિન સી પોષણ પણ વધારે છે.
ગરમ પાણીમાં ઉકાળવાની ટ્રિક:
કારેલાને બાફવા એ પણ ઘણા ઘરોમાં વપરાતો એક સારો વિકલ્પ છે. પાણીમાં થોડું મીઠું ઉમેરીને કારેલાને માત્ર 2 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ તરત જ તેને બહાર કાઢીને ઠંડા પાણીમાં નાખી દો. આ પ્રક્રિયાથી કારેલા નરમ બનશે અને તેની કડવાશ પણ ગાયબ થઈ જશે.
કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી
બીજ કાઢી નાખો અને ગોળ ઉમેરો:
કારેલાની સૌથી વધુ કડવાશ તેના બીજ અને બહારની ખરબચડી છાલમાં છુપાયેલી હોય છે. તેથી, છાલને હળવી છોલીને અને અંદરથી બીજ કાઢી નાખવાથી સ્વાદમાં નોંધપાત્ર ફેર પડે છે. આ ઉપરાંત, સૂકા કારેલાનું શાક બનાવતી વખતે તેમાં થોડો ગોળ ઉમેરવાથી કડવાશ બેલેન્સ થાય છે અને શાકનો સ્વાદ બાળકોને પણ ગમે તેવો બની જાય છે.
ચિપ્સની જેમ ક્રિસ્પી ફ્રાય કરો:
જો તમને કડક અને ક્રિસ્પી સ્વાદ ગમતો હોય, તો કારેલાને એકદમ પાતળા કાપીને હળવા તેલમાં ફ્રાય કરી શકો છો. આ રીતે તળવાથી કડવાશ ઓછી થઈ જાય છે અને તે ચિપ્સ જેવા બની જાય છે. ઘણા બાળકો આ તળેલા કારેલા ખૂબ જ આસાનીથી અને ખુશીથી ખાઈ લે છે.
શું માત્ર મીઠાઈ ખાવાથી જ ડાયાબિટીસ થાય છે? જાણો આ બીમારી પાછળનું સાચું કારણ અને તેના લક્ષણો
