World Liver Day 2023:લીવર ખોરાકને પચાવવાનું અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે, તેમાં કોઈપણ પ્રકારની ગરબડ તમારા માટે આફત બની શકે છે, ફેટી લીવર હોવાના કારણે તમારા ચહેરા પર કેટલાક લક્ષણો દેખાઈ શકે છે, જેને અવગણવા ન જોઈએ
વિશ્વ લિવર દિવસ દર વર્ષે 19 એપ્રિલે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લીવર સંબંધિત રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો છે. મગજ પછી લિવર એ શરીરનું બીજું સૌથી મોટું અને સૌથી જટિલ અંગ છે. લિવર પાચન, રોગપ્રતિકારક શક્તિ, ચયાપચય અને શરીરમાં પોષક તત્વોના સંગ્રહ સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે.
લિવર પિત્ત ઉત્પન્ન કરે છે, જે ચરબી તોડવામાં મદદ કરે છે. તે લોહીમાંથી ઝેર દૂર કરવા, રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા અને સમગ્ર શરીરમાં રક્ત પ્રવાહ જાળવવા માટે જવાબદાર છે.
જો લીવરની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો લીવર સરળતાથી ડેમેજ થઈ શકે છે. ફેટી લીવરની પણ સમસ્યા થઇ શકે છે. આ સ્થિતિમાં લીવરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. મોટાભાગના લોકોમાં ફેટી લીવરના લક્ષણો દેખાતા નથી. આ સ્થિતિમાં લીવરને નુકસાન થઈ શકે છે. જો કે, ફેટી લીવરના કેટલાક લક્ષણો ચહેરા પર પણ જોવા મળે છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.
લિવરને કોઈપણ નુકસાન તેની પ્રોટીન બનાવવાની ક્ષમતાને અસર કરે છે. આનાથી લોહીના પ્રવાહ અને પ્રવાહીને દૂર કરવામાં મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે ચહેરા પર થોડો સોજો આવે છે.
ફેટી લીવરના કારણે ઇન્સ્યુલિન રેસિસ્ટેન્ટ વધી જાય છે, જે વધારે ઇન્સ્યુલિનના ઉત્પાદન તરફ દોરી શકે છે. આ એકાન્થોસિસ નિગ્રિકન્સ નામની વિકૃતિ તરફ દોરી શકે છે. આ સ્થિતિમાં, ગરદન કાળી પરી જાય છે અને ત્યાં ફાઇન લાઇન્સ જોવા મળે છે.
રોજેશિયા ત્વચાની એક એવી સ્થિતિ છે. જેમાં લાલ ચકમા ચહેરા પર પડી જાય છે. લાલ અથવા સફેદ ફોલ્લીઓ જોવા મળે છે.ફેટી લીવરની સમસ્યા અમુક પોષક તત્ત્વોના શોષણને અસર કરી શકે છે, જેમ કે ઝીંક. જેના કારણે જિંકની ઉણપ સર્જાઇ છે. જેના કારણે ચહેરા પર સોજો અને ફોલ્લીઓ જોવા મળે છે.
ફેટી લિવરની બીમારીમાં શરીરમાં પિત્તનું પ્રમાણ વધી શકે છે અને તેના કારણે દર્દીના ચહેરા સહિત ત્વચા પર ખંજવાળ આવી શકે છે. ખંજવાળ સામાન્ય રીતે રાહત નથી મળતી અને તેના કારણે સ્કિનમાં બળતરા પણ થાય છે.ફેટી લિવરની સમસ્યામાં આંખો અને ત્વચાનો રંગ પીળો પડી જાય છે. ઉપરોક્ત તમામ લક્ષણો ફેટી લિવરના હોઇ શકે છે. આવા લક્ષણો અનુભવાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.