Intermittent Fasting: ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ હાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે.
આજે ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અવનવા ઉપાયો અપનાવતા રહે છે. જેમાં ખાસ કરીને અનેક ડાયટ પ્લાન સામેલ છે. આમાંની એક ડાયટ પ્લાન છે ઇન્ટર મિટેન્ટ ફાસ્ટિંગ. આ ડાયટ પ્લાન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ આ ડાયટ પ્લાન દ્વારા પોતાનું વજન ઘટાડ્યું છે. આ ડાયટ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં શું ખાવું તે એટલું મહત્વનું નથી જેટલું કે ક્યારે ખાવું તે મહત્વનું છે. જો કે લોકો તેને ફોલો કરતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમનું વજન ઓછું થતું નથી. આવો જણાવીએ, આ ભૂલો વિશે
શરીરને પોષક તત્વો નથી મળતા
ઘણા લોકો માને છે કે, તેઓ જેટલા વધુ કલાકો ઉપવાસ કરે છે, તેટલી ઝડપથી તેઓ વજન ઘટાડી શકશે. પરંતુ આ એક ખોટી માન્યતા છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ખાવાનો એક નિશ્ચિત સમય હોય છે, જે તમને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, તમે તમારા શરીર પર સારા પોષક તત્વો વિના કામ કરવા માટે વધુ પડતું દબાણ કરો છો, જેના કારણે તમને બીમારીઓ થઈ શકે છે.
ડાયટ પ્લાનમાં ફેરફાર
આ એક સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ઘણા લોકો એવા છે જે ડાયટ પ્લાનની શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ થોડા દિવસો પછી આ ઉત્સાહ ગાયબ થઈ જાય છે. ડાયટ પેટર્નમાં આ અચાનક ફેરફાર સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.
જાતને હાઇડ્રેટેડ ન રાખવું
લોકોને જાણવાની જરૂર છે કે, હાઇડ્રેશન એ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં પૂરતું પાણી ન પીવાથી શરીર હાઈડ્રેટ નથી રહેતું અને તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. સ્કિન પણ ડેમેજ થાય છે.
અનહેલ્ધી ફૂડ ખાવું
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં દરમિયાન મોટાભાગના લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ 14 કે 18 કલાકના ફાસ્ટ બાદ અનહેલ્થી કંઇ પણ ખાઇને પેટ ભરે છે. તેનાથી વજન ઘટતું નથી પણ વધે છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ઉપવાસ દરમિયાન જંક ફૂડ ખાવાથીને વજન વધે છે.
શારીરિક પ્રવૃત્તિ ન કરવી
જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં વજન ઘટાડવાની ખાતરી આપી શકતું નથી. જ્યારે તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારી કેલરી બર્ન થાય છે જે તમારા શરીરમાં વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. તેથી, જો તમે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ કરી રહ્યા છો, તો પછી થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાનું ચાલુ રાખો.ડાયટિંગ સાથે વર્કઆઉટ કરવું પણ જરૂરી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.