Health Tips:ગરમ દૂધ જો રાતના સમયે લsવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે હાર્ડ વર્કઆઉટ કરો છો
દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે
આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
Weight Loss Tips: વજન કન્ટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી, ફેટ ઓછું કરવા તેનો આ રીતે કરો ઉપયોગ
Weight Loss Tips: વરિયાળી એક એવું માઉથ ફ્રેશનર છે જેનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને રસોઈમાં થાય છે. વરિયાળી અનેક રોગોની સારવાર પણ કરે છે. તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે. આટલા ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે.
- વરિયાળીમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, આ તત્વો શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે.ચાલો જાણીએ વરિયાળીનું સેવન કરવાથી વજન કેવી રીતે નિયંત્રણમાં રહે છે.
- વરિયાળી ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તમને ભૂખ ઓછી લાગે તો તમે વધુ પડતું ખાવાનું ટાળો. ઓછી કેલરીનો વપરાશ વજન ઘટાડવામાં મદદ કરે છે.
- વરિયાળીનું સેવન શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સના શોષણને મજબૂત બનાવે છે, જેના કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે.
- જો વરિયાળીનો ઉપયોગ તેની ચા બનાવીને કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે.
- વરિયાળીનો ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ વધે છે. હેલ્ધી મેટાબોલિઝમ વજન ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.
- વરિયાળીનું સેવન કરવાથી દાંત સાફ થાય છે, સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે. વરિયાળીમાં હાજર ડાયેટરી ફાઈબર પાચનમાં સુધારો કરે છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
વજન કંટ્રોલ કરવા માટે વરિયાળીના પાણીનું સેવન કેવી રીતે કરવું.
- વરિયાળીનું પાણી વજન ઘટાડવા માટે એક ઉત્તમ દવા છે. વરિયાળીના પાણીનું સતત સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.
- એક જગમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં એક ચમચી વરિયાળી અને થોડી ચપટી હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ઉકાળીને તેનું ખાલી પેટે સેવન કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટશે.
- બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.