Health :આ વ્યસ્ત જીવનમાં લોકો હેલ્ધી ફૂડ ખાવાને બદલે પ્રોસેસ્ડ ફૂડ ખાઈને જીવન જીવવા લાગ્યા છે. બિસ્કીટ અને ચિપ્સનું સેવન કરીને પેટ ભરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ઘણા ગંભીર પરિણામો આવી શકે છે. સમય સમય પર સંશોધન કરવામાં આવે છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનો ખોરાક અકાળે વૃદ્ધત્વ લાવી શકે છે. લોકોને બીમાર કરી શકે છે. તાજેતરમાં, મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકોએ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પર સંશોધન કર્યું હતું. જેનું પરિણામ ચેતવણીઓથી ભરેલું હતું.
સ્વીટ સ્નેકસ અને પ્રોસેસ્ડ ફૂડ અનહેલ્થી ફૂડમાં મોખરે સ્થાને છે
સંશોધકોએ કહ્યું કે, જે લોકો વધુ બિસ્કિટ અને ચિપ્સ ખાઇ છે તેમાં સ્ટ્રોકનું જોખમ 9 ટકા વધી જાય છે. આવા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષતિ અને ઉન્માદનું જોખમ 16 ટકા વધારે હતું. આ પુરાવા દર્શાવે છે કે, સ્વીટ સ્નેકસ, પ્રોસેસ્ડ ફૂડ તે ટાઇપ 2 ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગને નોતરે છે.
સ્ટ્રોક અને ડિમેન્શિયા બંનેનું જોખમ
બ્રેઇનને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ફૂડ મહત્વપૂર્ણ છે યુનાઇટેડ સ્ટેટ્સમાં 30,000 લોકોના રેકોર્ડ્સ અને ફૂડ ડાયરીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે, જેમાં જે લોકોના આહારમાં પ્રોસેસ્ડ ફૂડ્સનું પ્રમાણ વધારે હતું તેમાં સ્ટ્રોક ડિમેન્સયાનું જોખમ વધુ જોવા મળ્યું હતું.
જ્ઞાનાત્મક ક્ષતિ એ છે જ્યાં યાદશક્તિ અને વિચારવાની કુશળતા વય સાથે અપેક્ષા કરતા વધુ બગડવાની શરૂઆત થાય છે, અને આ વારંવાર ઉન્માદ તરફ દોરી જાય છે, જેમાં ફિઝી ડ્રિંક્સ, ક્રિસ્પ્સ, ચોકલેટ બાર, બિસ્કિટ, આઈસ્ક્રીમ અને અન્ય પેકેજ્ડ પ્રોસેસ ફૂડનો સમાવેશ થાય છે: અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકમાં ખાંડ, ચરબી અને મીઠું વધુ માત્રામાં હોય છે. પ્રોટીન અને ફાઈબરની માત્રા ઓછી હોય છે. તેથી, પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો અને હેલ્ધી ફૂડ ખાઓ. કારણ કે આ પ્રોસેસ્ડ ફૂડ આપને વૃદ્ધત્વ તરફ પણ ઝડપથી દોરી જાય છે.