Winter Health:શિયાળાની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે, માત્ર ઈન્ફેક્શન જ નહીં પરંતુ એવી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે જેના નામ તમે સાંભળ્યા પણ નહીં હોય. તેમાંથી એક  છે. કોલ્ડ ઇનટોલરેંન્સ.જી. હા, આ એક એવી સ્થિતિ છે જેમાં શરીર ઠંડુ પડી જાય છે અને તમને ખૂબ જ ઠંડી લાગે છે. આટલું જ નહીં, કોલ્ડ ઇનટોલરેંન્સ. એનિમિયા, થાઇરોઇડની બિમારીનું કારણ પણ બની શકે છે, ચાલો આજે કોલ્ડ ઇનટોલરેંન્સ. વિશે જાણીએ.


કોલ્ડ ઇનટોલરેંન્સ શું છે?


ડૉક્ટર્સ માને છે કે, જો કોઈ વ્યક્તિને ખૂબ જ ઠંડી લાગે છે અથવા વ્યક્તિ ઠંડા તાપમાન માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે, તો આ સ્થિતિને કોલ્ડ ઇનટોલરેંન્સ. કહેવામાં આવે છે. માત્ર શિયાળાની ઋતુમાં જ નહીં, આવા લોકોને કુલર, એસી કે પવનની પાસે બેસવાથી પણ ઠંડી લાગે છે.                                                                                                     


કોલ્ડ ઇનટોલરેંન્સની સમસ્યા ક્યારે થાય છે?


કોલ્ડ ઇનટોલરેંન્સની સમસ્યા વિશે  નિષ્ણાતો માને છે કે આપણા શરીરનું તાપમાન વિવિધ સિસ્ટમો દ્વારા નિયંત્રિત થાય છે. મગજમાં હાજર હાયપોથેલેમસ શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે થર્મોસ્ટેટ તરીકે કામ કરે છે. તે મગજને સંદેશા મોકલે છે જેની મદદથી શરીરમાં  હિટ પ્રોડકશન અને કોલ્ડ પ્રોડકશનને નિયત્રિત કરી શકાય છે.  


 કોલ્ડ ઇનટોલરેંન્સથી કેવી રીતે બચશો


હવે વાત આવે છે કે, કોલ્ડ ઇનટોલરેંન્સથી કેવી રીતે બચવું. આ માટે જે લોકોને ખૂબ જ ઠંડી લાગે છે તેઓએ હંમેશા ગરમ કપડાં પહેરવા જોઈએ. એટલું જ નહીં,  તેમને શરીરને ટચ કરે રીતે અંદર  ગરમ કપડા પહેરવા જોઇએ. તેના ઉપર તમારા નિયમિત કપડાં પહેરો. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે તો  નરમ ઊનનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ક્યારેક કોલ્ડ ઇનટોલરેંન્સના કારણે શરીર પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.