આ દિવસોમાં ઝડપથી બદલાતી જીવનશૈલીમાં લોકો અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે જેનાથી આજકાલ દરેક બીજો વ્યક્તિ પરેશાન છે. વજન વધવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ રીતે, તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરીને સરળતાથી વજન ઘટાડી શકો છો. આવો જાણીએ વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન


આજકાલ વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા એટલી સામાન્ય છે કે દરેક વ્યક્તિ તેની સાથે સંઘર્ષ કરી રહી છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક, તૈલી અને ફાસ્ટ ફૂડ ઝડપથી વજનમાં વધારો કરે છે, પરંતુ આજની દુનિયામાં, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આવા ખોરાક ગમે છે અને દરેક તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. તેથી જે આજે 10માંથી 7 જણ મેદસ્વીતાથી પિડીત છે. શારીરિક કામ અથવા કસરતના અભાવને કારણે, વજન ઝડપથી વધવા લાગે છે અને પછી તેને ઓછું કરવું મુશ્કેલ બની જાય છે.


આવી સ્થિતિમાં આપણે આપણી જીવનશૈલી બદલીને આપણું વજન ઘટાડી શકીએ છીએ. સ્વસ્થ રહેવા માટે શારીરિક પ્રવૃત્તિ ઉપરાંત સ્વસ્થ આહાર પણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમે તમારા વધતા વજનને નિયંત્રણમાં રાખવા માટે તમારા આહારમાં થોડો ફેરફાર કરી શકો છો. ચાલો જાણીએ હેલ્ધી ડાયટ પ્લાન વિશે-


વેઇટ લોસ પ્લાનમાં સવારે દૂધ કે ચા પીવાના બદલે તુલસી અને આદુ, મરી, ગોળ, ઇલાયચી વાળી ચા એટલે કે હર્બલ ટી પી શકો છો.


પ્રોટીન યુક્ત બ્રેકફાસ્ટ


વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો પ્રોટીનયુક્ત હોવો ખૂબ જ જરૂરી છે. આ માટે તમે તમારા આહારમાં મગની દાળનો ઢોસા, લીલા મગનું સલાડ, ચણાના લોટના ચીલા, એક ગ્લાસ દૂધનો સમાવેશ કરી શકો છો.


ડાયટમાં બ્રોકલી મેથીદાણાને કરો સામેલ


ડાયટમાં રાગી, જુવાર, બાજરી જેવા કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ કરો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પેટ હંમેશા ભરેલું લાગે છે અને પેટ પણ સાફ થાય છે.


યોગ અને ધ્યાન કરો


તમારી દિનચર્યામાં સવારે યોગ અથવા ધ્યાનને સામેલ કરો. આમાં સૂર્ય નમસ્કાર અવશ્ય કરો, આમ કરવાથી શરીર લચીલું બને છે અને સાથે જ શરીરના દરેક અંગની કસરત પણ થાય છે.


ગરમ પાણી પીવો


વેઇટ લોસ જર્નિમાં ગરમ પાણી ખૂબ જ મદદ કરે છે. ગરમ હુંફાળું પાણી પીવાથી બોડી ડિટોક્સ રહે છે અને આપ સ્વસ્થ રહેવાની સાથે વેટઇ લોસમાં પણ મદદ મળે છે. વેઇટ લોસ માટે ગ્રીન ટીને દિનચર્યામાં સામેલ કરો દિવસમાં 2 વખત ગ્રીનટી પી શકો છો.