Health Tips: શિયાળામાં ડાયટમાં શક્કરિયા જરૂર સામેલ કરો, શક્કરિયા વિટામિન A સ્ત્રોત છે. આંખોની રોશની વઘારવાની સાથે અન્ય રીતે પણ છે અદભૂત રીતે ઉપકારક છે, જાણો તેના ફાયદા
શિયાળામાં ડાયટમાં શક્કરિયા જરૂર સામેલ કરો, શક્કરિયા વિટામિન A સ્ત્રોત છે. આંખોની રોશની વઘારવાની સાથે અન્ય રીતે પણ છે અદભૂત રીતે ઉપકારક છે, જાણો તેના ફાયદા
શિયાળામાં શક્કરિયા ખાવાનું લોકો પસંદ કરે છે. અનેક જગ્યાએ શેકેલા મસાલેદાર શક્કરિયા મળે છે. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. શક્કરિયા અનેક રંગોના આવે છે. દૂધ સાથે બાફેલા શક્કરિયા અને ફરવાના સ્થળો પર મળતાં ચાટ મસાલા સાથે શેકેલા શક્કરિયાનો સ્વાદ માણવા જેવો હોય છે. શક્કરિયામાં એન્ટઓક્સિડન્ટનો સ્ત્રોત ભરપૂર માત્રમાં છે. તેમાં વિટામિન એ અને સી ખૂબ ભરપૂર માત્રામાં છે. તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેકસ પણ હોય છે. તેથી ડાયાબિટિશમાં પણ તેને ખાઇ શકાય છે. શક્કરિયામાં વિટામિન એ અને બીટી કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે વજન ઉતારવામાં પણ કારગર છે. શક્કરિયાના બીજા ક્યાં ફાયદા છે જાણીએ.

શક્કરિયાના ફાયદા
News Reels
- શક્કરિયા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી આંખોની રોશની સારી રહે છે. જો આપ લાંબા સમય સુધી આંખોને સ્વસ્થ રાખવા માંગતા હો તો શક્કરિયાને ડાયટમાં અવશ્ય સામેલ કરો.
- શક્કરિયા ખાવાથી હાર્ટ સંબંધિત બીમારી પણ દૂર થાય છે. તેમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
- શક્કરિયામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રમાં હોય છે. જો આપને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો શકકરિયા ખાવા જોઇએ. તેનાથી હાઇ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.
શક્કરિયાથી પાચન તંત્ર મજબૂત થાય છે. તેમાં ભરપૂર માત્રમા ફાઇબર હોય છે. શક્કરિયાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે.
જો આપને આયરન કમી હોય તો પણ શક્કરિયા આપને માટે ઉત્તમ છે.આયરનની ઉણપમાં તેનું સેવન અવશ્ય કરવું જોઇએ, શરીરને એનર્જી મળે છે. શક્કરિયા બ્લડ સેલ્સના નિર્માણમાં પણ મદદ કરે છે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો