How To Increase Immunity Power: દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજના 50-60 હજાર કેસ આવી રહ્યા છે. કોરોના સંક્રમણથી બચવા ઈમ્યુન સિસ્ટમ (Immunity) મજબૂત હોવી ખૂબ જરૂર છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ દિનચર્યામાં કેટલીક વાતો પર વિશેષ ધ્યાન રાખવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને જેનાથી અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે.
વહેલા ઉઠો અને પૂરતી ઉંઘ લોઃ ઈમ્યુનિટી વધારવા સવારે વહેલા ઉઠવું સૌથી વધારે લાભદાયી છે. રોજની સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. અપૂરતી ઉંઘથી કોર્ટિસોલ નામના હોર્મનમાં વધારો થાય છે. જે ન માત્ર તણાવ વધારે છે પરંતુ ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી પાડે છે.
તડકો લો અને કસરત કરોઃ વહેલા ઉઠવાની સાથે નિયમિત રીતે વોકિંગ, કસરત અને યોગ કરવા પણ જરૂરી છે. આ સિવાય રોજ 20 થી 30 મિનિટ તડકો લેવો પણ જરૂરી છે. યોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેના કારણે કોરોનાવાયરસ સહિત અનેક પ્રકારના ફલૂથી બચી શકાય છે.
સવારનો નાસ્તો જરૂર કરોઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મેટાબોલિઝમનું મહત્વ છે. મેટાબોલિઝમ જેટલું સારું હશે તેટલી રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે.આ માટે સવારનો નાસ્તો ખૂબ જરૂરી છે.
લસણ, આદુ, ખાટા ફળ ખાવછ
લસણ, આદુ આપણી ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી સંક્રમણની આશંકા ઘણા અંશે ઘટાડી શકાય છે. જો ઉપરાંત ડાયટમાં લીંબુ, સંતરા, આંબળા જેવા ખાટા ફળ લેવા જોઈએ.
વધારે પાણી પીવોઃ રોગ પ્રતિકારકક્ષમતા વધારવાની સૌથી સરળ રીત વધારે પાણી પીવાની છે. તમે જેટલું વધુ પાણી પીશો તેટલા પ્રમાણમાં શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળશે અને તમે સંક્રમણ મુક્ત રહી શકશો. આ ઉપરાંત ગ્રીન ટી કે તુલસીવાળું પાણ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.