Sun Poisoning : સન પોઇંઝિંગ એ એક ગંભીર સ્થિતિ છે, જે સામાન્ય રીતે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે થાય છે. આ માત્ર હળવો સનબર્ન નથી અને તે ફોલ્લા, સોજો, લાલાશ અને દુખાવો જેવા ગંભીર લક્ષણોનું કારણ બને છે.
ગ્રાન કેનેરિયામાં રજા દરમિયાન એક મહિલા સન પોઇઝનિંગ (Sun Poisoning )ની સમસ્યા જોવા મળી હતી. મળ્યું. હા, TikTok પર તેણીના વેકેશન વિશે વાત કરતી વખતે, મહિલા @llioeriinએ કહ્યું કે તેણીને યુવી રેડિયેશનની ખૂબ જ ખરાબ અસરોનો સામનો કરવો પડ્યો હતો. Mirror.co.ukના એક રિપોર્ટ અનુસાર, મહિલાએ ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં સૂરજના આકરાના તાપના કારણે તેની સ્કિનની ખરાબ હાલત જોવા મળે છે. તેની શરૂઆત તેના કપાળ પર સોજા સાથે થઈ હતી પરંતુ બીજા દિવસે સવારે તેની હાલત ગંભીર બનવા લાગી હતી. હવે આંખોમાં સોજો આવવા લાગ્યો છે અને શરીરની આખી ચામડી બળવા લાગી છે. તેને ધ્યાનમાં રાખીને તેમણે સન પોઈઝનિંગ અંગે ચેતવણી જાહેર કરી છે અને સન ક્રીમ લગાવવા પર ભાર મૂક્યો છે.
સન પોઇઝિગ શું છે?
આ સ્થિતિ ત્યારે સર્જાઇ છે, જ્યારે ત્વચા યુવી કિરણોત્સર્ગ પ્રત્યે સંવેદનશીલ હોય છે જે ત્વચાના ઊંડા સ્તરોને નુકસાન પહોંચાડે છે. જે લોકોની ત્વચા ગોરી હોય છે અને તેમની ત્વચામાં મેલાનિન ઓછું હોય છે તેઓને આ બીમારીથી નુકસાન થઇ શકે છે. સન પોઇઝનિંગના ગંભીર કેસોમાં કૂલન્ટ ઇફેક્ટ, ઇન્ફેકશન હાઇડ્રેશન પર ધ્યાન આપવાની જરૂર છે. સૂર્યના આકરા તાપમાં સતત રહેવાથી સ્કિન કેન્સરનું પણ જોખમ વધી જાય છે.
સન પોઇઝનિંગના લક્ષણો
ફોલ્લા, તીવ્ર દુખાવો, સોજો અને તાવ પણ આવી શકે છે.
ફોલ્લાઓ બીજા ડિગ્રીના સન બર્ન્સ સૂચવે છે. જેનાથી ડિહાઇડ્રેશન, ફ્લૂડ બ્લોક, ઇલેક્ટ્રોલાઇટ્સની કમી હોય છે.
સ્કિન ઇન્ફેકશન
માથાનો દુખાવો, ઉબકા અને ઉલટી
તાવ અથવા શરદી
સૂર્યના નુકસાનથી ત્વચામાં ફેરફાર થાય છે જે સનબર્ન પછી પણ ચાલુ રહે છે.
સન પોઇઝનિંગ રોકવાના ઉપાય
તાપમાં જતાંના વીસ મિનિટ પહેલા સન સ્ક્રિન લગાવો
કેપ અને ફુલસ્લિવ્ઝના કપડા પ્રીફર કરો
બહાર જતી વખતે છાત્રીનો ઉપયોગ કરો
એક બ્રાન્ડ સ્પ્રટ્રમ સનસ્કિનનો ઉપયોગ કરો, જે UVA અને UVB બંને કિરણોથી બચાવે છે.
હંમેશા 50 એસપીએફનું જ સનસ્ક્રિન લેવાનો આગ્રહ રાખો
આંખોની સુરક્ષા માટે ગોગલ્સનો ઉપયોગ કરો
દર 2 કલાકે સ્કિન પર સનસ્ક્રિન લગાવો