Seven Minute Workout: શું તમે પણ એવું વિચારો છો કે જીમમાં માત્ર એક કલાક કે તેથી વધુ સમય આપવાથી તમને એક્સરસાઇઝનો ફાયદો જોવા મળશે કે નહીં? વ્યસ્તતાના કારણે મોટાભાગના લોકો પાસે કસરત કરવાનો સમય નથી હોતો. જોકે દરેક વ્યક્તિ ચોક્કસપણે તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે કંઈક કરવા માંગે છે. જો તમે કસરત માટે વધુ સમય કેવી રીતે કાઢવો તે અંગે ટેન્શનમાં છો, તો અમે તમને જણાવી દઈએ કે આ માટે વધુ સમય લેવાની જરૂર નથી. કારણ કે તમારું કામ 7 મિનિટમાં પણ પૂરું થઈ શકે છે. હા 7 મિનિટમાં. એવું જાણવા મળ્યું છે કે જે લોકો ટૂંકા ગાળામાં વધુ વર્કઆઉટ કરે છે તેઓ લાંબા સમય સુધી મર્યાદિત વર્કઆઉટ કરતા લોકો કરતા વધુ ફિટ અને પ્રેરિત હોય છે. ધ હ્યુમન પર્ફોર્મન્સ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ માત્ર 7 મિનિટના વર્કઆઉટ સ્નાયુઓની મજબૂતાઈ અને કાર્ડિયો ફિટનેસમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે, અને તમારા હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સેલિબ્રિટી પર્સનલ ટ્રેનર અને ફિટનેસ એપ રિઝલ્ટ વેલનેસ લાઇફસ્ટાઇલના સ્થાપક સેસિલિયા હેરિસ કહે છે કે લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ ખૂબ લાંબા સમય સુધી વર્કઆઉટ કરે છે. સેસિલિયા કહે છે કે લોકોનું કહેવું છે કે તેઓ એક કલાક માટે એક્સરસાઇઝ અથવા જિમ કરેતો જ પરિણામ ઝડપથી આવશે. જો કે જે લોકોએ સાત મિનિટ કસરત કરી હતી તેમને લાગ્યું કે માત્ર સાત મિનિટની કસરત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે પૂરતી છે.
7-મિનિટ વર્કઆઉટ કેવી રીતે કાર્ય કરે છે ?
લાઇફ કોચ જેફ સ્પાયર્સ કહે છે કે જ્યારે તમને લાગે છે કે તમારે દિવસનો એક આખો કલાક અથવા 30 મિનિટ કસરત કરવા માટે કાઢવો પડશે ત્યારે તમને વર્કઆઉટ કરવું વધુ પડતું લાગશે. પરંતુ દરેક પાસે 7 મિનિટનો સમય હોય છે. તમારું મગજ પણ સરળતાથી સ્વીકારી લેશે કે આટલો સમય ખરેખર યોગ્ય છે. જ્યારે આપણે 60 મિનિટના વર્કઆઉટ વિશે વિચારીએ છીએ, ત્યારે ઘણી વખત કસરત બોજ જેવી લાગે છે. આપણું મન પણ સ્વીકારે છે કે હવે વધુ ઊર્જા નથી. પરંતુ 7 મિનિટનું વર્કઆઉટ તમારામાં આવી લાગણીઓ આવવા દેશે નહીં.
7 મિનિટની વર્કઆઉટ કેવી રીતે શરૂ કરવું ?
પ્રથમ મિનિટ- પ્રથમ મિનિટ તમે 60 સેકન્ડ માટે માર્ચિંગ સાથે પ્રારંભ કરી શકો છો.
સેકન્ડ મિનીટ- સેકન્ડ મિનીટમાં તમે 60 સેકન્ડની સ્પીડ સ્ક્વોટ્સ કરી શકો છો.
ત્રીજી મિનિટ- આ મિનિટ સિટ-અપ માટે આપી શકાય છે.
ચોથી મિનિટ- ચોથી મિનિટે તમે 60 સેકન્ડ માટે સ્પીડ પંચ કરો છો.
પાંચમી મિનિટ- 60 સેકન્ડ માટે સ્ટાર જમ્પ કરો.
છઠ્ઠી મિનિટ- આ મિનિટે તમે બર્પી એક્સરસાઇઝ કરી શકો છો.
સાતમી મિનિટ- તમે સાતમી મિનિટે સ્કિપિંગ કરી શકો છો.