કરણ જોહરે ડિનર પાર્ટીથી કોરોના ફેલાયાની વાતનો આપ્યો જવાબ કહ્યું. ‘મારૂં ઘર કોરોના વાયરસનું હોટસ્પોટ નથી’
બોલિવૂડ નિર્માતા અને નિર્દશક કરણ જોહરનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જાણકારી આપી છે કે, ‘ મારું ઘર કોરોના હોટસ્પોટ નથી. આટલું જ નહી 8 ડિસેમ્બરની ડિનર પાર્ટી પર પણ તેમણે સ્પષ્ટતા કરી, તેમણે કહ્યું મારે ઘરે 8 લોકો ડિનર માટે આવ્યાં હતા, તે કોઇ પાર્ટી ન હતી. ઉલ્લેખનિય છે કે, આ ડિનરમાં સામેલ થનાર કરીના કપૂર અને અમૃતા અરોડા કોરોના સંક્રમિત થઇ હતી. આ ઘટના બાદ તેની ડિનર પાર્ટીને લઇને સવાલ ઉભા થયા હતા જો કે કરણનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે આ મુદ્દે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે.
શું હવે પોપટલાલ બનશે વરરાજા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પ્રેક્ષકોનો પ્રિય શો છે, જેને લોકો ખૂબ જ ઉત્સાહથી જુએ છે. આ શોના પાત્રોએ લોકોના મન પર છાપ છોડી છે. વેલ, શોમાં બે મોટા મુદ્દા છે. એક તો દયાબેન ક્યારે પાછા આવશે અને બીજું પોપટલાલના લગ્ન. જેની છેલ્લા 13 વર્ષથી રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી પોપટલાલ બેચરલ છે અને લગ્ન માટે તરજી રહ્યા છે પણ હવે એવું લાગે છે કે પોપટલાલને લોટરી લાગી છે કારણ કે તેમને બે સંબંધો એક સાથે મળી ગયા છે! પણ સવાલ એ છે કે શું આ વખતે પોપટલાલના ઘરે શરણાઇ વાગશે કે, પછી દર વખતેની જેમ ફિયાસ્કો જ થશે.
પોપટલાલ લગ્ન માટેની દરેક યુક્તિ અજમાવી ચૂક્યાં છે.. જો કે કેબીસીમાં તે આવ્યાં બાદ તેમના માટે એક નહી લગ્નની બે ઓફર આવી છે. હવે જોવાનું રહ્યું કે લગ્ન થશે કે કેમ.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત