Omicron Variant: ઓમિક્રોન કોરોનાવાયરસના અગાઉના પ્રકારો કરતા ઓછા ગંભીર ચેપનું કારણ બને છે. ઉપરાંત, ફાઈઝર રસી ચેપ સામે ઓછી રક્ષણ આપે છે.
ઓમિક્રોન કોરોનાવાયરસના અગાઉના પ્રકારો કરતા ઓછા ગંભીર ચેપનું કારણ બને છે. ઉપરાંત, Pfizer ની રસી આ સંક્રમણ સામે ઓછું રક્ષણ આપે છે. જો કે ઓમિક્રોનના અત્યાર સુધીમાં ગંભીર લક્ષણો ન દેખાતા હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓને ઓછી રહે છે.
દક્ષિણ આફ્રિકામાં આ સંબંધમાં એક મોટા પાયે સર્વે મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. Pfizer/BioNTech રસીના બે ડોઝ માત્ર 33 ટકા રક્ષણ પૂરું પાડે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં 70 ટકાનો ઘટાડો કરે છે.
આ ક્ષેત્રમાં રસીની અસરકારકતાનું પૃથ્થકરણ કરવા માટે આ ક્ષેત્રમાં આ પ્રથમ મોટા પાયે સર્વે છે. આ વિશ્લેષણ કોવિડ-19 ટેસ્ટમાં 2,11,000 થી વધુ કેસોની પુષ્ટિ પર આધારિત છે. જેમાં 41 ટકા પુખ્ત વસ્તીનો સમાવેશ થાય છે જેમણે Pfizer રસીના બે ડોઝ મેળવ્યા છે. તેમાંથી 78,000 સકારાત્મક પરીક્ષણ પરિણામો 15 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધીના છે, જે ઓમિક્રોન સાથે સંકળાયેલા છે. આ અભ્યાસ દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી ખાનગી વીમા કંપની ડિસ્કવરી હેલ્થ અને દક્ષિણ આફ્રિકાની મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.