Health Tips:આપણામાંથી ઘણા લોકો  ઊંઘતી વખતે  મોબાઈલ ફોનને આપણાથી દૂર રાખવાનું પસંદ નથી કરતા. આ સ્થિતિમાં, કેટલાક તેને  તકિયાની નીચે અથવા  બેડ પર બાજુમાં મૂકીને સૂવાનું પસંદ કરે છે. આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.


તમે સાંભળ્યું જ હશે કે, સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. પરંતુ તેનાથી પણ બીજા અન્ય કેટલાક નુકસાન છે. . ચાલો જાણીએ કે, તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.


મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન નીકળે  છે, જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી શકો છો.


મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, તમારા સેલ ફોનમાંથી નીકળતી બ્લૂ  પ્રકાશ ઊંઘ લાવતા હોર્મોનના ઉત્પાદનને પણ વિક્ષેપિત કરી શકે છે, જેને મેલાટોનિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બોડી ક્લોકને વિક્ષેપિત કરે છે, જે તેનાથી સારી  ઊંઘ પણ  મુશ્કેલ બની જાય છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠને પણ ફોનથી નીકળતા આરએફ રેડિએશનથી લોકોને સાવચેત કરતા જણાવ્યું હતું કે, તેના વધુ સંપર્કમાં રહેવાથી કેન્સરનું જોખમ વધી શકે છે.


ફોનના આ ખતરનાક રેડિએશનથી બચવા માટે ફોનને ઓછામાં ઓછો આપનાથી ત્રણ ફૂટના અંતરે રાખવાની નિષ્ણાત સલાહ આપે છે. જ્યારે તમે ઊંઘવા જાવ ત્યારે ફોન બંધ કરો અથવા તેને 'સાયલન્ટ' પર મૂકો. ત્રણ ફૂટ દૂર મૂકો. એલાર્મ માટે ઘડિયાળનો ઉપયોગ કરો. એવા લોકો છે જેમને ઊંઘતા પહેલા ઈ-બુક્સ વાંચવાની આદત હોય છે. તેણે હાર્ડ કોપી વાંચવાની આદત પાડવી જોઇએ.


Health tips: રાત્રે લાઇટ ઓન રાખીને સૂવાની ભૂલ ન કરશો, જાણો શરીરને થાય શું નુકસાન


લાઈટ ચાલુ રાખીને સૂવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. ખરેખર, આના કારણે તમને ગાઢ ઊંઘ નથી આવતી. આવી સ્થિતિમાં સ્થૂળતા, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.
સ્વસ્થ શરીર માટે લગભગ 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો તમારા શરીર અને સમસ્યાઓ અનુસાર અલગ-અલગ ઊંઘની પેટર્ન સૂચવે છે. શરીરનો થાક અને નબળાઈ દૂર કરવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. ગાઢ અને શાંત ઊંઘ સાથે, તમારું મગજ વધુ સારી રીતે કાર્ય કરે છે. આ સાથે તમારા સ્નાયુઓને પણ સ્વસ્થ થવાનો સમય મળે છે. સૂવાના ફાયદા તમે ગણી શકો તેટલા ઓછા છે, પરંતુ કેટલાક લોકો ખરાબ ઊંઘની આદતોને કારણે યોગ્ય અને ગાઢ ઊંઘ મેળવી શકતા નથી. આ આદતોમાં લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ લાઈટો ચાલુ રાખીને સૂવાથી શરીરને કેવા પ્રકારના નુકસાન થઈ શકે છે.


લાઇટ ચાલુ રાખીને સૂવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે
ઘણા લોકો રાત્રે સૂતા પહેલા લાઇટ બંધ કરી દે છે. આ એક ખૂબ જ સારી આદત છે. આનાથી તમને સારી ઊંઘ આવે છે, પરંતુ જો તમને સ્વીચ ઓન કરીને સૂવાની આદત હોય તો નુકસાન સહન કરવા તૈયાર થઈ જાઓ. ચાલો જાણીએ તેના ગેરફાયદા વિશે-


ડિપ્રેશનનો શિકાર બની શકે છે
પ્રકાશ આપણા શરીર માટે જરૂરી છે. એટલું જ મહત્વનું છે અંધકાર. કદાચ તમે સાંભળ્યું હશે કે, સ્વીડન અને નોર્વે જેવા ધ્રુવીય દેશોમાં સૂર્ય 6 મહિના સુધી અસ્ત થતો નથી. જેના કારણે ત્યાંના ઘણા લોકો ડિપ્રેશનની ચપેટમાં આવી જાય છે. તેવી જ રીતે, જો તમે લાંબો સમય પ્રકાશમાં રહો છો, તો તમે પણ ઘણી ઉદાસીનતા અને ચીડિયાપણું અનુભવી શકો છો. તેથી થોડો સમય લાઇટ વગર રહેવાનો પ્રયાસ કરો.


શરીરમાં થાક યથાવત રહે છે
લાંબા સમય સુધી લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતને કારણે તમને આરામની ઊંઘ નથી આવતી, જેના કારણે શરીરમાં થાક રહે છે. તેમજ તમે સુસ્તીનો શિકાર પણ બની શકો છો.


અનેક રોગોનો ખતરો છે
લાઇટ ચાલુ રાખીને સૂવાની આદતને કારણે તમને સારી ઊંઘ નથી આવતી, જેના કારણે તમને હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હૃદય રોગનો ખતરો રહે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો