Tricks To Choose Good Mangoes:  ફળોનો રાજા કેરી સ્વાદમાં મીઠી અને થોડી ખાટી હોય છે, પરંતુ કેરી ખરીદતી વખતે કેટલાક લોકોને ખબર નથી હોતી કે આ કેરી મીઠી હશે કે ખાટી. કેરીનો મીઠો અને રસદાર સ્વાદ દરેકને ગમે છે. પાકેલી અને મીઠી કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે હંમેશા મીઠી કેરી ખરીદશો. કેરી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. આ તમને મીઠી કેરી પસંદ કરવામાં મદદ કરશે. 


કેવી રીતે ખરીદશો મીઠી અને જ્યુસી કેરી


મીઠી કેરી ખરીદવાની સૌથી સારી રીત છે તેને અડીને જુઓ. પાકેલી કેરી ખૂબ મુલાયમ હોય છે. હંમેશા તેને અડીને ચેક કરો. આમ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કેરી વધારે પાકેલી ન હોય.


ખુશ્બુથી ઓળખો


પાકેલી કેરીની ખુશ્બુ કંઇક અલગ જ હોય છે. કેરીનો આગળનો ભાગ સુંઘીને જોવો, તેમાં એક અલગ ખુશ્બુ હશે. કાચી કેરીમાં કોઇ ખુશ્બુ હોતી નથી.


રંગથી ઓળખો


ઘેરા પીળા રંગની કેરી હંમેશા મીઠી હોતી નથી. કેરી પર લાગેલો લાલ રંગ મીઠી-પાકેલી કેરીની ઓળખ છે. જો કેરી પર લીલો રંગ હોય તો તે કાચી કહેવાય છે.


ડાઘની તપાસ કરો


બોક્સ કે પેટીમાં રાખેલી કેરી પર હંમેશા ડાઘ હોય છે અથવા તો તે દબાઇ જાય છે. આવી કેરી ખરીદવાથી બચવું જોઇએ. કેમકે તે ખરાબ નીકળવાનો ચાન્સ વધુ રહે છે.


ગોળ કેરી ખરીદો


હંમેશા ગોળ દેખાતી કેરી ખરીદો. તે પાતળી અને ખાડાવાળી કેરી કરતાં મીઠી હોય છે.


તાજી છાલવાળી કેરી ખરીદો


જો કેરીની છાલ પર રેખાઓ અથવા કરચલીઓ હોય તો તેને ખરીદશો નહીં. જેની છાલ તાજી લાગે તેવી કેરી ખરીદો.


 


આ પણ વાંચો: Health Tips: લાલચમાં આવીને લિમિટથી વધુ ના ખાઓ કેરી, થશે નુકસાન


Side Effects of Eating Mangoes:  કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છેઆ માટે તેમાં તમામ ગુણો છે. કેરીનો સ્વાદ ઉત્તમ છેસુગંધ એવી છે કે તે મનને લલચાવે છે. આખા વર્ષ દરમિયાન કેરી પ્રેમીઓ તેમના હાથમાં પાકેલીતાજીરસદાર અને મીઠી કેરી મેળવવા માટે આ ક્ષણની રાહ જોતા હોય છે. બાય ધ વે કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેરીમાં વિટામિન એ અને વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ તેને ખાતી વખતે એ ના ભૂલવું જોઈએ કે વધારે પડતી કેરી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે. કેરી ખાવી જેટલી ફાયદાકારક છે તેટલી જ વધુ ખાવામાં આવે તો તે નુકસાનકારક પણ હોઈ શકે છે.


વજન વધવું


કેલરીની બાબતમાં પણ કેરી પાછળ નથી. જો તમે વજન ઘટાડવાની પ્રક્રિયામાં છો અથવા આહાર અંગે સભાન છોતો કેરીને મર્યાદિત માત્રામાં ખાઓ જેથી તેની કેલરી ઘટાડવા માટે તમારે વધારાનું વર્કઆઉટ ના કરવું પડે.


પિમ્પલ્સ


કેરીની અસર ગરમ ગણાય છે. જો તમારી ત્વચા તૈલી છે અને તેની અસર પણ ગરમ છેતો વધુ કેરી ખાવાથી તમારા ચહેરા પર સરળતાથી પિમ્પલ્સ થઈ શકે છે. આટલું જ નહીં જો કેરી ખાધા પછી મોં યોગ્ય રીતે ન ધોવામાં આવે તો ચહેરા પર પિમ્પલ્સ કે ખીલ થવાનું જોખમ પણ વધી જાય છે.


સુગર લેવલ વધે છે


જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા માટે મોટી માત્રામાં કેરી ચોક્કસપણે સારી નથી. વધુ કેરી એટલે ખાંડ વધારે. એટલા માટે સુગર પીડિતોએ ખૂબ જ નિયંત્રિત માત્રામાં કેરી ખાવી જોઈએ અને સુગર ટેસ્ટ પણ નિયમિતપણે કરાવવો જોઈએ.


ખરાબ પેટ


વધુ પડતી કેરી ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે. મીઠાશ ઉપરાંત કેરીમાં મોટી માત્રામાં ફાઇબર પણ હોય છે. જેના કારણે કેરી ખાવાથી પેટ ખરાબ થવાનીઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે.


એલર્જી


ઘણા લોકોને કેરીના રસની એલર્જી પણ હોય છે. ચહેરા પર કેરીનો રસ લાગવાથી ફોલ્લીઓ પણ થઈ શકે છે.