મચ્છર કરડવાથી કોઈપણ વ્યક્તિનું જીવન મુશ્કેલ બની શકે છે. જો ઘરમાં મચ્છર હોય તો માત્ર ઉંઘમાં જ ખલેલ પહોંચતી નથી પરંતુ અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. ઉનાળામાં ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં લોકો મચ્છરોથી બચવા માટે વિવિધ ઉપાયો કરવા લાગે છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ થાય છે. આજકાલ, કોઇલ અને અન્ય મચ્છર ભગાડનાર લિક્વિડ રિફિલ પણ મચ્છરો પર કામ કરતા નથી. આ પદ્ધતિઓ થોડા સમય માટે જ રાહત આપે છે, તેની અસર ઓછી થતાં જ મચ્છર કરડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે મચ્છરોને દૂર કરવા માટે અસરકારક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. મચ્છરોને દૂર કરવા માટે ઘણી એવી કુદરતી વસ્તુઓ છે જે તમને આરામની ઊંઘ અપાવી શકે છે. જાણો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કયા ઘરગથ્થુ ઉપાયો છે.


નીલગિરીનું તેલ- જો તમને દિવસ દરમિયાન પણ મચ્છર કરડે છે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આ નુસખો અપનાવવા માટે નીલગિરીના તેલમાં સમાન માત્રામાં લીંબુ મિક્સ કરો. હવે આ તેલને શરીર પર લગાવો. તેની તીવ્ર ગંધને કારણે મચ્છર તમારી આસપાસ ભટકશે નહીં.


લસણ- મચ્છરોને ઘરમાં પ્રવેશતા રોકવા માટે લસણનો ઉપયોગ કરો. લસણની સુગંધથી મચ્છર ભાગી જાય છે. આ માટે લસણને પીસીને પાણીમાં નાખીને ઉકાળો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટો. તેનાથી મચ્છરો બહારથી ઘરની અંદર નહીં આવે.


કપૂર- જો તમને રાત્રે મચ્છર પરેશાન કરે છે અને તમે કોઇલ અથવા અન્ય કેમિકલ વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. તમે રૂમમાં કપૂર સળગાવી દો અને લગભગ 15-20 મિનિટ માટે છોડી દો. તેનાથી મચ્છરો તરત જ ભાગી જશે.


લવંડર- લવંડર મચ્છરોને ભગાડવાનો સારો ઘરેલું ઉપાય છે. તેની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, જેથી મચ્છર આસપાસ આવતા નથી અને  કરડતાં નથી. તમે ઘરે લવંડર રૂમ ફ્રેશનર પણ ઉમેરી શકો છો.  


લીમડાનું તેલ- લીમડાના તેલનો ઉપયોગ મચ્છરોને ભગાડવા માટે થાય છે. આ માટે લીમડો અને નારિયેળ તેલ સમાન માત્રામાં મિક્સ કરો. હવે આ તેલને તમારા શરીર પર સારી રીતે લગાવો. મચ્છર લગભગ આઠ કલાક સુધી તમારી નજીક ફરકશે નહીં.