Diet plan:બાળકોના માનસિક અને શારિરીક વિકાસ માટે  પ્રોટીન, જરૂરી ફેટી અસિડ, કેલ્શિયમ,મેગ્નેશ્યિમ, જિંક મિનરલની જરૂર હોય છે.જેથી આ તમામ વિટામીન મિનરલ યુક્ત આહાર ડાયટમાં સામેલ કરવો જોઇએ. ફળ, શાકભાજી, પનીર, દૂધ ભરપૂર માત્રામાં આપી શકાય


20થી 40 વર્ષના તબક્કામાં વધતી ઉંમર સાથે એ પ્રકારના પોષણની જરૂર હોય છે. જે શરીનું સ્વાસ્થ્ય બનાવી રાખવામાં અને બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. આ અવધિ સમયમાં પુરૂષ અને સ્ત્રીઓને અલગ-અલગ  પોષણ સંબંધિત જરૂરિયાત હોય છે.જેમકે મહિલાઓને પુરૂષની તુલનામાં આયરની વધુ જરૂર રહે છે.


40 બાદ મેટોબોલિઝમ પરિવર્તિત થાય છે. જે મુજબ પોષણ સંબંધિત જરૂરિયાત પણ બદલે છે. ડાયટિશ્યન અનુસાર આપણે આપણા આહારમાં સારા ફાઇટોન્યુટ્રિએન્ટસ, સારા એન્ટીઓક્સિડન્ટને સામેલ કરવા જોઇએ. જે આપણી પાચન ક્રિયાને દુરસ્ત રાખવાની સાથે ઇમ્યુનિટિને પણ બૂસ્ટ કરવાની કામ કરે છે.


એક્સર્ટ  અનુસાર હોર્મોનલ પરિવર્તનના કારણે આ ઉંમરમાં ઓસ્ટોયોપોરેસિસ, હાઇબ્લડ પ્રેશર અને હૃદયરોગનું જોખમ વધી જાય છે. આ તમામ જોખમથી દૂર રહેવા માટે પોષણયુક્ત બેલેન્સ્ડ ડાયટ લેવાનો આગ્રહ રાખો. આ સમયે મૂડ સ્વિંગ પણ થાય છે. આ સમયે નટસને ડાયટમાં સામેલ કરો.  એન્ટીઓક્સિડન્ટસ, ફાઇટોન્યુટ્રિએન્ટસ અને આયરનથી ભરપૂર ફળો અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો. અવોકાડો, બેરીઝ અને લીલી શાકભાજી લઇ શકો 


આપને ડોક્ટર્સને કહેતા સાંભળ્યું હશે કે બેલેસ્ડ આહાર લેવો જોઇએ. એક સ્વસ્થ જીવન શૈલી માટે સંતુલિત પોષણયુક્ત આહાર જરૂરી છે. એક પ્રોપર મીલ પ્લાનને ફોલો કરવાથી આપના શરીરમાં વજન મેન્ટેઇન કરવાની સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય પ્રકારના કેન્સર જેવા ક્રોનિક ડીસિઝના જોખમને પણ ઓછું કરી શકાય છે.


ડાયટમાં સામેલ કરો ફળો
ફળમાં પર્યોપ્ત માત્રામાં પોષકતત્વો હોય છે. ફળ આપણી સ્વીટ ખાવાની ઇચ્છાને ઓછી કરે છે. આર્ગેનિક ફળો લેવાનો આગ્રહ રાખો. જેમાં નેચરલ શુગર અને ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની ઇમ્યુનિટિને સ્ટ્રોન્ગ કરે છે. જો કે ડાયાબિટિસના દર્દીએ ડોક્ટરની સલાહ મુજબ જ ફળો લેવા જોઇએ.


Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.