laugh For Health: જો  સ્વસ્થ રહેવું હોય તો હસતા શીખો. એક સ્મિત શરીરમાંથી અનેક રોગોને દૂર કરી શકે છે. દરેક વ્યક્તિ  હસતા

  લોકોને પસંદ  કરે છે.  આવા લોકો ન માત્ર તેમની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ અન્ય લોકોને પણ ખુશ કરે છે. યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા નિષ્ણાતો માને છે કે, હાસ્ય શરીર માટે ઔષધનું કામ કરે છે.  યોગમાં પણ લાફિંગ સેશન હોય છે. જેમાં પણ મોટેથી હસવાવમાં આવે છે. આપે ઘણીવાર લોકોને યોગ સેન્ટર કે પાર્કમાં સવારે મોટે મોટેથી હસતા હસતા જોયા હશે. ચાલો જાણીએ કે હસવું આપણા સ્વાસ્થ્ય માટે કેમ આટલું ફાયદાકારક છે.


 હસવું શા માટે જરૂરી છે અને તેના શું ફાયદા છે


1- જે લોકો ખુલ્લા મનથી ખ઼ડખડાટ  હસે છે તેઓનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. વાસ્તવમાં, જ્યારે આપણે હસીએ છીએ, ત્યારે વધુને વધુ ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે. હાસ્ય હૃદયના પમ્પિંગ રેટને સારું રાખે છે.


2- હાસ્ય રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ રોગો સામે લડવામાં સક્ષમ હોય છે. જો તમે દિવસની શરૂઆત હસવાથી કરો છો, તો તમારો આખો દિવસ સારો અને સકારાત્મકતાથી ભરેલો રહેશે.


3- હસવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન વધુ બને છે, જે તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે હસવાની ટેવ પાડવી જોઈએ.


4- તમારા ચહેરાનું હાસ્ય તમારા હૃદયને પણ ખુશ કરે છે. હસવાથી હૃદય સારી રીતે કામ કરે છે. તેનાથી હાર્ટ એટેક કે અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.


5- હસવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકો છો. જ્યારે તમે ખડખડાટ  હસો છો, ત્યારે ચહેરાના સ્નાયુઓ સારી રીતે કામ કરે છે. આ રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી તમે યંગ અને બ્યુટીફુલ દેખાવ છો.


6- તમારું હાસ્ય દિવસભરનો થાક અને ચિંતા દૂર કરી શકે છે. જે લોકો તણાવમાં રહે છે તેમણે બિનજરૂરી હસવાની આદત પાડવી જોઈએ. તણાવ દૂર કરવા માટે કોઈ દવા એ કામ કરી શકતી નથી જે તમને હસાવી શકે.


7- જ્યારે આપણે હસીએ છીએ ત્યારે ફેફસામાં ઓક્સિજન ઝડપથી પ્રવેશે છે અને બહાર નીકળી જાય છે. તે આપણને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે. શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધારવા માટે હાસ્ય જરૂરી છે.


8- તમારા હાસ્યને કારણે ઘર, ઓફિસ કે તમારી સાથે રહેતા લોકોનો મૂડ અને આસપાસનમો માહોલ પણ સારો રહે છે. હાસ્યથી લોકોને સકારાત્મક ઉર્જા આપો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.