Health tips: લીબું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય તેમજ સૌદર્યવર્ધક છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. આપે સાંભળ્યું હશે કે લીંબુનો રસ હુંફાળા પાણીમાં પીવાથી વજન ઉતારવા માટે કારગર બને છે જો કે તેની છાલ પણ ઉપયોગી છે.


લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. તે ત્વચાની હેલ્થ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા સહિત અનેક રીતે  ઉપયોગી છે.


લીંબુની છાલનો કેવી રીતે કરશો પ્રયોગ


લીંબુની છાલને સારી રીતે ધોઇને તેને સૂકવી દો. યાદ રાખો કે આ છાલને તાપમાં નહીં પરંતુ છાંયડે સૂકવી તેવું કરવાથી તેના પોષક તત્વો તેમાં બની રહે છે. છાલ સૂકવ્યાં બાદ તેનો મિક્સરમાં પાવડર તૈયાર કરી લો. આ પાવડરને એરટાઇટ ડબ્બામાં પેક કરીને સ્ટોર કરી દો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો . આપ કાચી છાલનું પણ સેવન કરી શકો છો.


વજન ઉતારવામાં કારગર
લીંબુના રસની જેમ જ લીંબુની છાલ પણ વજન ઉતારવામા માટે કારગર છે. લીંબુના છાલના સેવનથી વજન ઉતારવાની સાથે બીજા અનેક પણ ફાયદા થાય છે.


આ રોગમાં છે કારગર પ્રયોગ
 લીંબુની છાલમાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ છે.  જે હાડકાંના મજબૂત કરે છે. લીંબુની છાલના સેવનથી સાંઘાના રોગ, સહિત આર્થટાઇસ જેવી  બીમારીઓ દૂર કરી શકાય છે.


હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઘટશે
લીંબુની છાલ પણ તેના રસની જેમ વજનને ઘટાડે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જેથી હૃદય સંબંધિત બીમારીનું પણ જોખમ ઘટે છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ કારગર છે.


ટોક્સિન્સ દૂર કરે છે
લીંબુની છાલ શરીરના ટોકસિન્સને દૂર કરે છે. જેથી દરેક રીતે સ્વાસ્થ્ય વર્ધક છે. ટોકસિન્સ બહાર જતાં શરીરને અનેક બીમારી બચાવે છે. સ્કિન પણ નિખારે છે.


સ્ટ્રેસ લેવલ ઘટાડે છે
લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે માનસિક તણાવ ઘટાડવામાં કાગરગ બને છે.


 


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.