ગરમીમાં રાહત આપતું AC આપને  બીમાર કરી શકે છે.જો આપ લાંબા સમય સુધી એસીમાં સૂવો છો, તો તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. જાણો કેવી રીતે?


ગરમી વધી રહી હોવાથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમીથી બચવા માટે કેટલાક લોકો દિવસભર એસીમાં બેસી રહે છે. એસીમાં રહેવાથી ગરમીનો અહેસાસ ઓછો થાય છે.  કેટલાક લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ રીતો શોધતા રહે છે. કેટલાક લોકો તેમના ઘરમાં કુલર લગાવે છે તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા માટે એસીનો ઉપયોગ કરે છે. ઉનાળામાં કુલરમાં વધુ ભેજ આવવા લાગે છે, તેથી મોટાભાગના લોકો એસી લગાવે છે. AC માં જતા જ પરસેવો તરત સુકાઈ જાય છે અને ગરમીથી રાહત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી AC માં રહેવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જ્યારે આપ  લાંબા સમય સુધી એસીમાં રહો છો અને પછી અચાનક એસીમાંથી બહાર આવી જાઓ છો, ત્યારે ગરમી વધુ અનુભવાય છે. જેના કારણે સ્વાસ્થ્યને વધુ નુકસાન થવાનો ભય રહે છે. જો આપ  લાંબો સમય એસીમાં રહો છો, તો જાણો તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


સ્કિન ડ્રાય થઇ જાય છે


જ્યારે આપ  લાંબા સમય સુધી એસીમાં સૂતા રહો છો, ત્યારે તે ધીમે ધીમે આપની  ત્વચાનું મોશ્ચર ઉડી જાય છે.  જે તમારી ત્વચાને શુષ્ક બનાવે છે. આવી સ્થિતિમાં, જો આપને આપની સ્કિન ગ્લોઇંગ રાખવા ઇચ્છતા હો તો  લાંબા સમય સુધી ACમાં સૂવું નહીં. તેનાથી સ્કિન ડ્રાય અને ડલ થઇ જાય છે.


તબિયત થઇ શકે છે ખરાબ


જ્યારે આપ લાંબા  સમય સુધી એસીમાં સૂવો  છો, તો પછી તમને ગરમીનો અહેસાસ થતો નથી પરંતુ  લાંબા સમય સુધી એસીમાં ઊંઘવાથી શરદીની  સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં એ વાતનું ધ્યાન રાખો કે થોડા સમય માટે જ AC ચલાવો અને બીમાર થવાથી બચો.


બોડી પેઇન થઇ શકે છે


લાંબા સમય સુધી એસીમાં ઊંઘવાથી બોડી પેઇનની સમસ્યા પણ થઇ શકે છે. જોઇન્ટસ પેઇન અને શરીરના દુખાવાથી બચવું હોય તો એસીનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઇએ