દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં લોકો ઘણા પ્રયત્નો કરે છે, કેટલાક લોકો દવાઓ પણ લેતા હોય છે, પરંતુ વધુ પડતી દવાઓ લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે.તેનાથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમે અળસીનું સેવન કરી શકો છો. તેને ફ્લેક્સસીડ પણ કહેવામાં આવે છે.તેના એક નાના બીજ જેવા દાણા હોય છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો  મળી આવે છે.સદીઓથી લોકો તેનો દવા તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. અળસીમાં માત્ર એક જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય માટેના લાભો છે. ચાલો જાણીએ અળસીના ફાયદા વિશે.


અળસીના ફાયદા 
અળસી ઔષધિ તરીકે જાણીતી છે,તેના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા છે. તે ઓમેગા 3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ અડસીનું સેવન કરીને તમારી પાચનશક્તિને મજબૂત કરી શકો છો.


સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ
તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે. જે લોકો ચરબીથી પરેશાન હોય તેમણે દરરોજ અળસીનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે ઓછું ખાઓ છો અને તમારું વજન ઓછું થવા લાગે છે. અળસીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.


ડાયાબિટીસના ના દર્દીઓ માટે વરદાન 
ડાયાબિટીસના દર્દી માટે અળસી વરદાનથી ઓછું નથી, તેનું સેવન કરીને તમે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકો છો. સ્વાસ્થ્યની સાથે સાથે અળસી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને હાનિકારક કિરણોથી બચાવે છે અને તેને સ્વસ્થ રાખે છે. આ સિવાય અડસીમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે.


આ રીતે કરો અળસીનું સેવન 
તમે અળસીને ઘણી રીતે ખાઈ શકો છો, તમે તેને ઓટમીલ, દહીં, સલાડ અથવા સ્મૂધીમાં ઉમેરી શકો છો. તમે તેને પલાળીને ખાઈ શકો છો અથવા તેને બેકિંગમાં ઉપયોગ કરી શકો છો. સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ. કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. જો આવું થાય, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.