Skin Care:કેટલાક લોકોના ચહેરા પર લાલ ફોલ્લીઓ થાય છે. કેટલીકવાર લોકો તેમની અવગણના કરે છે, પરંતુ તે રોજેશિયાના લક્ષણો હોઈ શકે છે. જાણો રોજેશિયા શું છે અને તેના લક્ષણો.


 તાપમાં ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ અથવા લાલાશ થવી સામાન્ય છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલે છે, તો આપને  તેને ગંભીરતાથી લેવી જોઈએ. આ તમારી ત્વચાને લગતી ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ વિશે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.  ત્વચાનો લાલ રંગ રોજેશિયાના નિશાની હોઈ શકે છે. આ ત્વચાની એક એવી સમસ્યા છે, જેમાં શરૂઆતમાં લાલ રંગની ફોલ્લીઓ દેખાય છે અને ધીરે ધીરે તે ફેલાઈ જાય છે.


રોજેશિયાના લક્ષણો



  • ચહેરા પર જલન અને ચુભન થવી

  • ચહેરા પર પર્મેન્ન્ટ રેડનેસ

  • ચહેરા પર લાલ સ્પોટ્સ દેખાવા


શું  છે રોજેશિયાનો ઇલાજ



  • એકવાર કોઈને  રોજેશિયા થઈ જાય, તો તેને માત્ર કેટલીક દવાઓથી નિયંત્રિત કરી શકાય છે. આનો કોઈ ઈલાજ નથી.

  • Rosacea ચહેરા પર શરૂ  થાય છે. પ્રથમ તે કપાળ પર થાય છે

  • રોજેશિયા સારવાર માટે ડોકટરો હળવા એન્ટિબાયોટિક્સ લખી આપે છે.

  • આ રોગથી પીડિત  લોકોએ તાપથી બચવું જોઇએ. તાપમાં જતા હોવ તો તમારો ચહેરો ઢાંકો.

  • જો આ સમસ્યા વધુ ગંભીર હોય તો કોસ્મેટિક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે.


સ્વસ્થ ત્વચા માટેની આ છે ખાસ બ્યુટી ટિપ્સ



  • રોજ મોશ્ચરાઇઝ કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે

  • તાપમાં જતાં પહેલા સારા SPFવાળું સનસ્ક્રિન લગાવો

  • ચહેરા પર સપ્તાહમાં એકવાર સ્ક્રર્બ કરવાનો આગ્રહ રાખો

  • સ્ક્રર્બ કરવાથી ડેડ અને ડેમેજ સ્કિન દૂર થાય છે

  • ત્વચાને હાઇડ્રેઇટ રાખવા 10થી 12 ગ્લાસ પાણી પીવો

  • માનસિક તણાવથી દૂર રહેશો તેટલી ત્વચા સારી રહેશે

  • રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે

  • રાત્રે સૂતા પહેલા નાઇટ ક્રિમ અવશ્ય લગાવો

  • તેનાથી સ્કિનને રિપેર થવામાં વધુ મદદ મળે છે 


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.