mango shake side effects :ઉનાળાના ફળોના રાજા કેરીને આપણે આપણા આહારમાં ઘણી રીતે સામેલ કરવાનું પસંદ કરીએ છીએ અને તેમાંથી એક છે મેંગો શેક. મેંગો શેક શરીરને અંદરથી ફ્રેશ રાખવામાં મદદ કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો શેક પીવાનું પસંદ કરે છે. તેમાં પોટેશિયમ, ફાઈબર અને વિટામીન સી જેવા તત્વો હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીના શેકનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કોને કેરીનો શેક ન પીવો જોઈએ.


મેંગો શેક આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોએ તેનુ સેવન ન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ મેંગો શેકનું સેવન ન કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં ઝડપથી સુગરનું લેવલ વધી જાય છે.  જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તેમણે પણ મેંગો શેક ન પીવો જોઈએ, કારણ કે તેનાથી વજનમાં વધારો થઈ શકે છે.  કેરીના શેકનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.       


1. સ્થૂળતા-


મેંગો શેકમાં કેલરી વધુ હોય છે જેના કારણે વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પર છો તો ભૂલથી પણ મેંગો શેકનું સેવન ન કરો.


2. બ્લડ સુગર-


મેંગો શેકમાં કુદરતી સુગર હોય છે જે બ્લડ સુગર વધારી શકે છે. કેરીના શેકનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે.


3. પાચન-


કેટલાક લોકોને મેંગો શેક પચવામાં તકલીફ પડી શકે છે. જો તમે લેક્ટોઝ ઈન્ટોલેરેન્સ છો તો મેંગો શેકનું સેવન કરવાનું ટાળો.


4. એલર્જી-


જો તમને કેરી ખાવાથી એલર્જી હોય, એટલે કે તમને ત્વચામાં ખંજવાળ, સોજો કે અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓ થતી હોય, તો મેંગો શેકનું સેવન ન કરો.


5. દાંત-


ખાંડનું વધુ પડતું સેવન દાંતના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વધુ પડતો મેંગો શેક પીવાથી કેવિટીની સમસ્યા થઈ શકે છે.


6 હૃદય-


મેંગો શેકમાં ક્રીમ, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જેમાં કેલરી અને ચરબી બંને હોય છે, જે હૃદય માટે હાનિકારક હોઈ શકે છે.