MILK :શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.


દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે.


વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કિમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે. ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વઘારે છે.


એક અન્ય અધ્યયનનું તારણ છે કે, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંઘિત અનેક સમસ્યા થઇ શકે છે. સોરિયાસિસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે.જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે.


નિષ્ણાતનો અનુમાન છે કે, 5 ટકા બાળકોને દૂધથી એલર્જી થઇ શકે છે. જે ત્વચામાં અનેક પ્રકારના રિએકશનનું કારણ બની શકે છે. બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઇ શકે છે. જો આપને દૂધ પીધાં બાદ સ્કિનમાં કોઇ પ્રકારનું રિએકશન જોવા મળે તો તે દૂધના કારણે હોઇ શકે છે.


Causes of Pimples: ખીલ વધવાનું  કારણ છે આપની આ મોર્નિંગ બેડ હેબિટ્સ



  • Bad Pimples Habits: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ.

  • તમારી સવારે બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. તેનાથી બચવા માટે, તમે સમજી શકતા નથી કે તમારી ખોટી આદતો તેના માટે જવાબદાર છે. તમે તમારા ઉત્પાદનો અને આહારમાં કોઈ પણ અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.

  • આપની  બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે.  આપ આ બાબતથી અજાણ રહીને આપની બ્યુટી પ્રોડક્ટ અને ડાયટમાં  અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.

  • આવી સ્થિતિમાં આજે અમે આપને  જણાવી રહ્યા છીએ કે, આપની  કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

  • સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.

  • ઓછું પાણી પીવાની આદત પણ ખીલનું કારણ બને છે. પાણીના સેવનથી પેટ સાફ રહે છે અને ખીલ નથી થતાં

  • સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો તો આ  ભૂલને કારણે પણ ખીલ થાય છે. 

  • સીટીએમને ફોલો ન કરવું પણ ખીલનું કારણ બને છે. સીટીએમનો અર્થ છે. ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ, આ ત્રણેય સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે. 

  • તળેલી વસ્તુઓ ક્યારેય ન ખાવી, સવારના નાસ્તામાં ક્યારેય તળેલી વસ્તુઓ ન ખાવી. ઉદાહરણ તરીકે, બિસ્કિટ, નૂડલ્સ અને જંક ફૂડનું સેવન ન કરો. સૌથી પહેલા ઉઠો અને હુંફાળુ પાણી પીવો. 


Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.