યૂરોપના દેશોમાં આઇસીયુમાં મોબાઇલ પર પ્રતિબંધ  મોબાઇલ ફોનમાંથી નીકળતાં તરંગોના કારણે પ્રમૂકાયો છે. કારણ કે મોબાઇલના તરંગોના કારણે આસીયૂના મશીનને પણ નુકસાન થાય છે.


ICU  એટલે ઇન્ટેસિવ કેયર યૂનિટ હોસ્પિટલનો સૌથી સેન્સિટિવ વોર્ડ હોય છે. જ્યાં સિરિયસ પેશન્ટની સારવાર થાય છે. આ વોર્ડમાં ન જાણે કેટલી મશીનો દર્દીના ટ્રીટમેન્ટ માટે લગાવવામાં આવે છે. આ સાથે દર્દીને દરેક પ્રકારના બેકટેરિયાથી પણ બચાવવામાં આવે છે. જેના કારણે દર્દી ઝડપથી સાજો થાય છે. પરંતુ સ્માર્ટફોન દ્રારા આઇસીયુમાં અનેક પ્રકારના બેક્ટેરિયા આવી શકે છે. તો જાણી દર્દીને તેનાથી શું નુકસાન થાય છે.


શું થાય છે નુકસાન?


એક રિસર્ચ મુજબ આઇસીયુમાં મોબાઇલ લઇ જવો કે તેનો ઉપયોગ કરવો દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જેથી ડોક્ટર્સ અને બીજા લોકોએ ICUમાં મોબાઇલના ઉપયોગ પર બેન હોવો જોઇએ. આ રિસર્ચમાં 100થી 56 ડોક્ટરોના મોબાઇલ ફોનની કી પેડમાં બેક્ટરિયા જોવા મળ્યાં.તેમાંથી કેટલાક હાનિકારક બેક્ટરિયા પણ હતા. ચિંતાજનક વાત તો એ છે કે, મોટા પ્રમાણમાં બેકટેરિયા એવા હતા જે એન્ટીબાયોટિક દવાઓથી લડવાની ક્ષમતા વધારી ચૂક્યા હતા એટલે તેના પર એન્ટીબાયોટિક દવા પણ બેઅસર સાબિત થઇ રહી હતી.


રિસર્ચનું તારણ શું છે?


રિસર્ચમાં જાણ થઇ કે મોબાઇનના ઉપયોગ દરમિયાન હાથોની ગંદકી,. પસીના કી પેડ જામી જાય છે વાતચીત અને છીંક દરમિયાન પણ ડ્રોપલેટસ તેના પર પડે છે. આ બેકટેરિયા વાયરસને ફોનના કી પેડ વિકસિત થવા માટે જગ્યા મળે છે. જો આપ મોબાઇલને સાફ નથી કરતાં તો તેના પર ટોઇલેટની સીટ કરતા પણ વધુ ગંદકી જામે છે.આ તમામ કારણોસર ICUમાં મોબાઇલનો ઉપયોગ દર્દીના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ઉલ્લેખનિય છે કે, યૂરોપના દેશોમાં આઇસીયુમાં મોબાઇલ પર પ્રતિબંધ  મોબાઇલ ફોનમાંથી નીકળતાં તરંગોના કારણે પ્રમૂકાયો છે. કારણ કે મોબાઇલના તરંગોના કારણે આસીયૂના મશીનમાં પણ નુકસાન થાય છે. આ રીતે આસીયુમાં મોબાઇલનો ઉપયોગ દર્દીના સ્વાસ્થ્ય માટે અને મશીનનો રખરખાવ બંને માટે યોગ્ય નથી.