Home Remedies: આપણે બધા દરરોજ બહાર જુદી જુદી જગ્યાએથી કંઈકને કંઈક ખાતા રહીએ છીએ. ક્યારેક કેન્ટીનમાંથી, નાની દુકાનો કે ખાણીપીણીની લારીઓ અને ઢાબાઓમાંથી. આ બધી જગ્યાઓએ સ્વચ્છતાને થોડું ઓછું પ્રાધાન્ય આપવામાં આ છે. આપણે સારા સ્વાદને કારણે બધું જ ખાઈએ છીએ. પછી જ્યારે આ ખોરાક પેટમાં પચતો નથી અને ઉલ્ટી જેવું લાગે છે ત્યારે સમજાય છે કે જીભ પર કાબૂ રાખવો જોતો હતો. આ સિવાય ઘણી વખત બાળકો કાર અથવા બસમાં થોડો લાંબો પ્રવાસ કરે છે, તો તેઓને ઉલ્ટી જેવું થાય છે. ઉલ્ટી પહેલા ઉબકા અને એસિડિટી જેવું લાગે છે. આ સમય દરમિયાન તમે કેટલાક ઉપાયો અપનાવીને ઉલ્ટી રોકી શકો છો.
ઉલ્ટી રોકવા માટેની ટીપ્સ
- આદુ ખાવાથી ઉલ્ટી બંધ થાય છે. તમે આદુને પાણીમાં થોડું ગરમ કર્યા પછી પણ પી શકો છો.
- લીંબુ ચૂસવાથી ઉલ્ટી બંધ થાય છે.
- એક કપ ગરમ પાણીમાં એક ચમચી લવિંગ ઉકાળો અને તેને ગાળીને પીવો. તે મુસાફરી દરમિયાન ઉલ્ટીથી રાહત આપે છે.
- જો તમને ઉલ્ટી જેવું લાગે તો પાણી અથવા લીંબુનું શરબત પીવો. તેને થોડું-થોડું આસાનીથી પીવો, એક સમયે ઘણું પીવાથી ઉલટી વધી શકે છે.
- ઊંડા અને લાંબા શ્વાસ લો અને કેટલીક સારી ક્ષણો વિશે વિચારવાનો પ્રયાસ કરો. જો તમને મુસાફરી દરમિયાન ઉબકા આવતી હોય તો આ પદ્ધતિ ખૂબ અસરકારક છે.
- સંતરાનો રસ પીવાથી અથવા નારંગી ખાવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે.
- એક કપ પાણીમાં એક ચમચી વરિયાળીને 10 મિનિટ સુધી ઉકાળવાથી પણ ઉલ્ટી બંધ થઈ જાય છે.
- મીઠું અને ખાંડનું પાણી પીવાથી રાહત અનુભવશો.