મોબાઈલ ફોન જીવનનો મહત્વનું અંગ બની ગયો છે. લોકોના દિવસની શરૂઆત મોબાઈલ ફોનથી થાય છે અને રાત્રે ઊંઘતાં પહેલા  સુધી મોબાઇલ ફોનનો યુઝ થતો હોય છે. જો આપ ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હો તો આ આદત બીમારીને નોતરે છે.


મોબાઈલ ફોન જીવનનો મહત્વનું અંગ બની ગયો છે. લોકોના દિવસની શરૂઆત મોબાઈલ ફોનથી થાય છે અને રાત્રે ઊંઘતાં પહેલા  સુધી મોબાઇલ ફોનનો યુઝ થતો હોય છે. જો આપ ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હો તો આ આદત બીમારીને નોતરે છે.


 કેટલાક લોકો એક ક્ષણ માટે પણ પોતાનાથી મોબાઇલને અળગા નથી કરતા.  ઘણા લોકો એવા છે, જે ફોનને ટોયલેટમાં પણ લઈ જાય છે. અત્યાર સુધી લોકો અખબારો અને મેગેઝીન લઈને ટોઇલેટમાં લઇ  જતા હતા, પરંતુ હવે તેઓ ફોનને બાથરૂમમાં પણ લઈ જાય છે. જો તમે પણ આ કરો છો તો સાવધાન! આ આદત તમને બીમાર કરી શકે છે. તમારી આ આદતને આજે જ બદલો. મોબાઈલ ફોનમાં મોટાભાગના બેક્ટેરિયા એકઠા થાય છે, જેના કારણે તમે ઘણી બીમારીઓથી સંક્રમિત થઈ શકો છો.


બાથરૂમમાં મોટાભાગના જંતુઓ અને બેક્ટેરિયા


શુ આપ જાણો છો કે બાથરૂમમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે. અહીં નળ, દરવાજાના હેન્ડરમાં થી વધુ જંતુઓ હોય છે. આ બેક્ટેરિયા આપ જોઇ શકતા નથી  પરંતુ જ્યારે આપ ટોઇલેટમાં  ફોનનો ઉપયોગ કરો છો તો બેક્ટેરિયાના સંપર્કમાં  ફોન આવે છે. આ રીતે મોબાઇલથી તે આપના હાથના સંપર્કમાં આવે છે. જે આપને બીમાર કરે છે.


સતત ફોનનો ઉપયોગ કરવાથી તણાવ વધે છે. જો તમે બાથરૂમમાં પણ ફોનનો ઉપયોગ કરો છો, તો ડિપ્રેશન વધે છે. ફોનને બાથરૂમમાં લઈ જઈને તમે તમારા મન અને સ્વાસ્થ્ય બંને સાથે  ચેડાં કરી  રહ્યા છો.


 જે લોકો બાથરૂમમાં મોબાઈલનો ઉપયોગ કરે છે, તેઓ લાંબા સમય સુધી ટોઇલેટમાં  બેસી રહે છે. લાંબા સમય સુધી ત્યાં બેસવાથી આપ પાઈલ્સના દર્દી બનાવી શકે છે. શૌચમાં લાંબો સમય બેસી રહેવાથી રેક્ટમની માંસપેશી પર દબાણ પડે છે. જે પાઈલ્સનું મુખ્ય કારણ છે. નિષ્ણાતો કહે છે કે પોટીમાં 10 મિનિટથી વધુ ન બેસવું જોઈએ.


બાથરૂમમાં પોટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી પાઈલ્સની સમસ્યા થઈ શકે છે. બાથરૂમમાં બેસીને તમે મોબાઈલનો ઉપયોગ જેટલો લાંબો સમય કરો છો તેનાથી નીચેના ગુદામાર્ગના સ્નાયુઓ પર દબાણ આવે છે. તેનાથી પાઈલ્સનો ખતરો વધી જાય છે.