Benefits of Giloy: હાલમાં જ એક વૈજ્ઞાનિક અભ્યાસે પુષ્ટિ કરી છે કે ગિલોય (Tinospora cordifolia) તોડવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુ છે. 'બીએમસી પ્લાન્ટ બાયોલોજી'માં પ્રકાશિત આ રિસર્ચ મુજબ, વરસાદની ઋતુ દરમિયાન ગિલોયના દાંડીના ઔષધીય ગુણધર્મો તેની ટોચ પર હોય છે. આ અધ્યયન પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનના આચાર્ય બાલકૃષ્ણ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેણે આયુર્વેદના સદીઓ જૂના જ્ઞાન પર વૈજ્ઞાનિક મોહલ લગાવી છે.
શું કહે છે રિસર્ચ ?
હરિદ્વાર સ્થિત પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકોએ 2022 થી 2024 સુધી સતત 24 મહિના સુધી ગિલોયના છોડ પર સંશોધન કર્યું. તેઓએ દર બીજા મહિને ગિલોયના દાંડીના નમૂના એકત્રિત કર્યા અને આધુનિક તકનીકો (UHPLC-PDA અને HPTLC) નો ઉપયોગ કરીને તેની તપાસ કરી. અભ્યાસમાં જાણવા મળ્યું કે ગિલોયમાં ત્રણ મુખ્ય બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ- કોર્ડિફોલિઓસાઇડ એ, મેગ્નોફ્લોરિન અને બીટા-એક્ડાસોન (β-ecdysone) ની માત્રા ઓગસ્ટમાં સૌથી વધુ હતી.
ગિલોયનો ઉપયોગ
શિયાળામાં ઘટી જાય છે ગુણ. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ગિલોયમાં આ ફાયદાકારક સંયોજનોની માત્રા શિયાળાની ઋતુમાં સૌથી ઓછી હોય છે, ખાસ કરીને ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે. જોકે, વસંત અને ઉનાળામાં આ માત્રા મધ્યમ રહે છે. આ શોધ મહત્વપૂર્ણ છે કારણ કે ગિલોયનો ઉપયોગ તાવ, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બળતરા ઘટાડવા સહિત ઘણી બીમારીઓની સારવાર માટે થાય છે. જો ગિલોયને યોગ્ય ઋતુમાં તોડવામાં આવે તો તેમાંથી બનેલી દવાઓ વધુ અસરકારક સાબિત થશે.
આયુર્વેદ અને વિજ્ઞાનનું સંયોજન
આયુર્વેદ અને વિજ્ઞાનનું સંયોજન આયુર્વેદમાં હંમેશા માનવામાં આવે છે કે ઔષધિઓને તોડવા માટે ચોક્કસ સમય હોય છે. પ્રાચીન ગ્રંથોમાં દાંડી આધારિત ઔષધિઓને વરસાદની ઋતુ અથવા વસંત ઋતુ દરમિયાન એકત્રિત કરવાની સલાહ આવામાં આવી છે. આ નવા વૈજ્ઞાનિક સંશોધને પરંપરાગત ભારતીય જ્ઞાનને સાચું સાબિત કર્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે ચોમાસાનો વરસાદ અને તાપમાન છોડની સંરક્ષણ પદ્ધતિઓને સક્રિય કરે છે, જેનાથી ઔષધીય સંયોજનોનું ઉત્પાદન વધે છે.
આ રિસર્ચ ન માત્ર દવા બનાવનારી કંપનીઓ માટે પરંતુ સામાન્ય લોકો માટે પણ ફાયદાકારક છે, જેઓ ગિલોયનો ઉપયોગ ઘરેલું ઉપાય તરીકે કરે છે.