Mouth Cancer Symptoms: છેલ્લા કેટલાક દાયકાઓમાં મોઢાના કેન્સરના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. લોકોની બેદરકારી પણ કેસ વધવાનું એક મોટું કારણ છે. ખતરનાક હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી)ને પણ તે રોગોમાં સામેલ કરવામાં આવ્યો છે જે વધુ પડતા ધૂમ્રપાન અને દારૂના નશાને કારણે થાય છે. ઓરલ કેન્સર એ કેન્સરના સૌથી ખતરનાક પ્રકારોમાંનું એક છે. કારણ કે તે વ્યક્તિના જીવનને ખરાબ રીતે અસર કરી શકે છે. કોઈની બોલવાની રીત બદલી શકે છે. ખાવા-પીવા જેવા આવશ્યક કાર્યોને મુશ્કેલ બનાવી શકે છે. એટલું જ નહીં આ કેન્સર વ્યક્તિના શારીરિક દેખાવને પણ બદલી શકે છે.
કોઈપણ રોગની શરૂઆત પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. ઘણી વખત આપણે આ લક્ષણોને નાની સમસ્યાઓ સમજીને અવગણવાની ભૂલ કરીએ છીએ. આ ભૂલ કેન્સરને શરીરમાં એન્ટ્રી કરવાની તક આપે છે. કોઈપણ રોગના લક્ષણો વિશે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. શરીરમાં થતા નાના ફેરફારો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈપણ રોગ શરીરમાં એક જ સમયે ઉત્પન્ન થતો નથી, તે શરીરમાં કેટલાક લક્ષણો દેખાડે છે, જેથી આ રોગોને સમયસર ઓળખી શકાય અને સમયસર સારવાર કરી શકાય.
શરીરના ફેરફારોને ગંભીરતાથી લો
કોઈપણ રોગને પકડવાની પ્રથમ રીત એ છે કે તમારા શરીરના કોઈપણ ભાગમાં થતા ફેરફારોને અનુભવો. જો તમને શરીરના કોઈપણ ભાગમાં બિનજરૂરી પીડા થઈ રહી હોય, તો વિલંબ કર્યા વિના, તમારા ડૉક્ટરની તપાસ કરાવો. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ મોઢાનું કેન્સર ત્યારે થાય છે જ્યારે ગાલની અંદર, જીભ પર, મોઢાના ઉપરના ભાગમાં, પેઢા અથવા હોઠ પર ગઠ્ઠો અથવા ગાંઠ વિકસે છે. ચાલો જાણીએ કે મોઢાના કેન્સરને કેવી રીતે ઓળખી શકાય.
મોઢાના કેન્સરના લક્ષણો
- લાંબા સમય સુધી મોંમાં દુઃખદાયક અલ્સર રહેવાનું, જે ઝડપથી મટાડતું નથી.
- ગરદન અથવા મોંમાં કોઈપણ પ્રકારની ગાંઠ
- દાંતમાં ઢીલાપણું
- જીભ અથવા હોઠ સુન્ન પડી જવા
- જીભ અથવા મોંઢામાં લાલ કે સફેદ ડાઘ હોવા
- બોલવામાં ફેરફાર - અચાનક તોતળું બોલવું
જો તમને હજુ પણ ઉપર દર્શાવેલ લક્ષણોમાંથી કોઈ એક અનુભવ થતો હોય, તો વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો. જો તમે દરરોજ ધૂમ્રપાન કરો છો કે આલ્કોહોલ પીઓ છો અને શરીરમાં આવા લક્ષણો અનુભવી રહ્યા છો, તો તમારે ડૉક્ટર પાસે જવામાં એક મિનિટ પણ મોડું ન કરવું જોઈએ.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો