Summer Health:ઉનાળામાં ઘણીવાર શરીરમાં પાણીની કમી થઈ જાય છે, જેના કારણે તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો. આ કમીને દૂર કરવા માટે  ખોરાકમાં પ્રવાહીનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ કેટલાક એવા ખોરાક છે જેને ખાવાથી તમે ડિહાઇડ્રેશનનો અનુભવ કરી શકો છો. ગરમીમાં આ ચીજોને અવોઇડ કરવી જોઇએ નહિ તો આપ પણ ડિહાઇડ્રેશનનો ભોગ બની શકો છો.


કોફી


જો આપને કોફી પીવી પસંદ છે તો ગરમીમાં તેને ગૂડ બાય કહી દો કારણ  કે ગરમીમાં તેનું વધુ સેવન હાનિકારક સાબિત થઇ શકે છે. કોફીના વધુ સેવનથી કિડનીમાં બ્લડ પ્રવાહ વધી જાય છે. જેના કારણે પેશાબ વધુ થાય છે. જેના કારણે પણ આપ ડિહાઇડ્રેશનનો ભોગ બની શકો છો. 


ફ્રાઇડ ફૂડ


ગરમીમાં ઓઇલી અને સ્પાઇસી ચીજો ખાવનું પણ ટાળવું જોઇએ. કારણે કે આ ઓઇલી ફૂડ પચાવવા માટે આપને અધિક પાણીની માત્રાની જરૂર પડે છે.. જેના કારણે ગેસ , બ્લોટિંગ જેવી સમસ્યા પણ થાય છે. આ ફૂડ ખાવાથી  પિમ્પલ્સની સમસ્યા પણ વધી શકે. છે. ઓઇલી અને સ્પાઇસી ફૂડ સ્કિનની સુંદરતાનું પણ દુશ્મન છે. 


ડાર્ક ચોકલેટ


મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ બંનેની તુલનામાં ડાર્ક ચોકલેટમાં કેફીનનું પ્રમાણ વધુ છે. ગરમીમાં તેને વધુ માત્રામાં ખાવાથી નુકસાન થાય છે. ગરમીમાં ડાર્ક ચોકલેટ વધુ ખાવાથી ડિહાઇડ્રેશન થઇ જાય છે. પાણીની કમી થવાથી આ સમસ્યા સર્જાઇ છે.ઉપરાંત ચિડીયાપણુ પણ આવે છે. જેથી ગરમીમાં આ ફૂડને અવોઇજ જ કરવું જોઇએ।


Lemon Special Juice: ગરમીમાં ટ્રાય કરો લીંબુ અને ફળોનો મિક્સ જ્યૂસ, નોંધી લો ફટાફટ રેસિપી



ગરમી પડતાની સાથે જ તરસ છીપાવવા માટે તમને જે મળે છે, તે અમૃત છે.



















 






 




Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.