Banana Peel Benefits:  આપણે કેળા ખાઈએ છીએ, પણ કેળાની છાલ હંમેશા કચરા ટોપલીમાં ફેંકીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેળાની છાલનું વજન કેટલું હોય છે? સામાન્ય રીતે, સરેરાશ કેળાનું વજન 120-150 ગ્રામની વચ્ચે હોય છે, અને આ વજનના લગભગ 30-35 ટકા માત્ર છાલ છે. એટલે કે 120 ગ્રામ કેળાની છાલનું વજન લગભગ 36-42 ગ્રામ હોઈ શકે છે.


કેળાની છાલના ફાયદા


કેળું માત્ર સ્વાદિષ્ટ જ નથી તે પોષકતત્વોનો ભંડાર છે. તેની  છાલમાં પોષક તત્વો પણ હોય છે. જો કે સામાન્ય રીતે લોકો તેને કચરામાં ફેંકી દે છે. નિષ્ણાતોના મતે કેળાની છાલમાં ફાઈબર, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.


કેળા ખાવાના ફાયદા


કેળા એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તેને 'સુપરફૂડ' પણ માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને રોજ ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.


કેળામાં જોવા મળતા મુખ્ય પોષક તત્વોમાં વિટામિન B6, વિટામિન C, ફાઇબર અને પોટેશિયમનો સમાવેશ થાય છે.                                           



  1. પાચન સુધારે છે: કેળામાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાને અટકાવે છે.

  2. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત: કેળા ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે. આ જ કારણ છે કે એથ્લેટ્સ અને કસરત કરનારા લોકો તેને પોતાના આહારમાં સામેલ કરે છે.

  3. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદય સંબંધિત બીમારીઓને રોકવામાં મદદ કરે છે.

  4. વજન ઘટાડવામાં મદદરૂપ: કેળામાં કેલરી ઓછી હોય છે અને તે લાંબા સમય સુધી ભૂખને દબાવી રાખે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

  5. મૂડ સુધારવામાં મદદરૂપ: કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે મૂડને સુધારે છે અને તણાવ ઘટાડે છે.