Health:દરેક વ્યકિત અનેક વાર પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે. અને આ બાબત સાવ સામાન્ય છે જે બધા સાથે થતી હોય છે. પરંતુ શું તમારી સાથે પણ અવારનવાર આવું થઈ રહ્યું છે.


વારંવાર વિચારોમાં ખોવાઇ જવુ કે આમ તો સામાન્ય લાગતી બાબત છે. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો વિચારોમાં ખોવાઇ જ જતી હશે. એવું એકાદ બે મિનિટ માટે થાય તે હજુ માની શકાય, પરંતુ લાંબા લાંબા સમય સુધી જો કોઇ વ્યક્તિ વિચારોમાં ગરકાવ થઇ જતી હોય તો તે એક ડિસઓર્ડર છે. આ પરિસ્થિતિને વૈજ્ઞાનિકો ડ્રીમિંગ ડિસઓર્ડરના નામથી ઓળખે છે. લોકો વિચારોમાં મગ્ન થઇને એવી દુનિયા બનાવે છે, જેમાં ખોટા સુખનો અનુભવ થાય છે. વિચારોમાં મગ્ન બનીને કેટલાક લોકો એવા સુખનો અનુભવ કરે છે જે અસલી જિંદગીમાં શક્ય હોતો નથી. વ્યક્તિ વિચારોમાં કલાકો કાઢી દેતી હોય તો આવા લોકો ડ્રીમિંગ ડિસઓર્ડરનો શિકાર કહેવાય છે.


રિસર્ચમાં સામે આવી આ વાત


બ્રિટનમાં ડ્રીમિંગને લઇને એક સંશોધન કરાયુ છે, તેમાં જણાવાયુ છે કે દુનિયાભરમાં લગભગ 20 કરોડ લોકો ડ્રીમિંગ ડિસઓર્ડરનો શિકાર છે. તેને મલાડાપ્ટિવ ડે ડ્રીમિંગ કહેવાય છે. સામાન્ય ભાષામાં તમે તેને વિચારોમાં ખોવાવાનો નશો કહી શકો છો. આવા લોકો દિવસભર વિચારોમાં ખોવાવાનું પસંદ કરે છે. આ ચક્કરમાં તેઓ ઘણી વસ્તુઓ અવોઇડ કરી દે છે. તેમનું કોઇ કામમાં મન લાગતુ નથી. તેઓ માત્ર વિચારોમાં ડુબી રહેવા ઇચ્છે છે. તેઓ કોઇ કામ પર ફોકસ કરી શકતા નથી. ક્યારેક આ કારણે રાતે ઉંઘ પણ આવતી નથી અને સવાર થઇ જાય છે. વ્યક્તિની ઉંઘ પુરી ન થવાના કારણે આરોગ્ય પર પણ નકારાત્મક અસર પડે છે.


ડે ડ્રીમિંગથી આ બિમારીનો ખતરો


ક્યારેક લોકો સ્ટ્રેસ અને પરેશાનીઓથી બચવા માટે પોતાની એક ફેન્ટસીની દુનિયા ક્રિએટ કહે છે. આ કારણે તેમને અસલ જિંદગીમાં થઇ રહેલા સ્ટ્રેસ ટ્રોમા અને સોશિયલ આઇસોલેશન સામે લડવામાં મદદ મળે છે. જોકે તે આદત પડતી જાય છે. ધીમે ધીમે તમે ડિપ્રેશન, બેચેની અને ઓસીડીનો શિકાર બનો છો. તમે તેનાથી બચવા માટે બિહેવિયર થેરેપી કે ટોક થેરેપીની મદદ લઇ શકો છો. કાઇન્સિલર પણ તમારી મદદ કરી શકે છે.