Health:કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલોમાં જમા થાય છે, જેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે. સાંકડી ધમનીઓમાં લોહી અને ઓક્સિજન ઝડપથી તેમનું કામ કરી શકતા નથી.


ડુંગળી એક એવું શાક છે જેનો સ્વાદ વધારવા માટે મોટાભાગની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી વાનગીઓનો સ્વાદ વધારવા ઉપરાંત સ્વાસ્થ્ય સારું રાખવાનું પણ કામ કરે છે. જો કે તેને ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ એક સૌથી મહત્વનો ફાયદો છે કોલેસ્ટ્રોલ. એક અભ્યાસ દર્શાવે છે કે ડુંગળી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમારા લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે, તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેની સાથે હૃદય રોગનો પણ ખતરો હોઈ શકે છે. ચાલો જાણીએ ડુંગળી કેવી રીતે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે?


વાસ્તવમાં, ધમનીઓની દિવાલોમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે. સાંકડી ધમનીઓમાં લોહી અને ઓક્સિજન ઝડપથી તેમનું કામ કરી શકતા નથી. આ કારણે શરીરના બાકીના અંગોની સાથે તમારા હૃદય પર પણ ખરાબ અસર પડે છે. ખરાબ કોલેસ્ટ્રોલના કારણે ધમનીઓ સંપૂર્ણ રીતે બ્લોક થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો કે, તમે તંદુરસ્ત ખોરાક અને જીવનશૈલીને અનુસરીને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકો છો.


 શું હૃદયરોગનું જોખમ ઘટશે?


શરીરમાં "સારું કોલેસ્ટ્રોલ" જાળવી રાખવાનું અને "ખરાબ કોલેસ્ટ્રોલ" દૂર કરવાનું કામ શાકભાજી સરળતાથી કરી શકે છે. જો કે, તમારે ફક્ત તમારા માટે યોગ્ય શાકભાજી પસંદ કરવાનું છે. સંશોધનનું તારણ છે કે શાકભાજી ખાવાથી હૃદયરોગનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય છે. રોયલ સોસાયટી ઑફ કેમિસ્ટ્રી જર્નલ, ફૂડ એન્ડ ફંક્શનમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં 'લાલ ડુંગળી' ખાવાની સલાહ આપવામાં આવી છે. સંશોધન મુજબ, વધુ લાલ ડુંગળી ખાવાથી લો-ડેન્સિટી લિપોપ્રોટીન અથવા એલડીએલનું સ્તર ઘટે છે અનેસારા કોલેસ્ટ્રોલ"નું સ્તર જાળવી રાખે  છે.


ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે


ડુંગળીના અર્કનું સેવન ન કરનારા અન્ય જૂથની તુલનામાં, હેમ્સ્ટર જૂથ કે જેણે તેનું સેવન કર્યું હતું તેમના કોલેસ્ટ્રોલ સ્તરમાં 4થા અને 8મા સપ્તાહમાં અનુક્રમે 11.2 અને 20.3 ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે જે જૂથે ડુંગળીના અર્કનું સેવન કર્યું હતું તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હતું. ઘણા સંશોધનો દર્શાવે છે કે ડાયાબિટીસના દર્દીઓ પણ ડુંગળી ખાવાથી ઘણા ફાયદા મેળવી શકે છે. ડુંગળી તમારા એકંદર હૃદયના સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ છે. ભોજનમાં ડુંગળીનો સમાવેશ કરવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે. ડુંગળીના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખતરનાક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો