Hair Tips: આજકાલની લાઇફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે. ખરતા વાળને અટકાવવા તે એક મોટી સમસ્યા છે. તમે તમારા ઘરના રસોડામાં રહેલી સામગ્રીથી તમારા વાળને ખરતા અટકાવી શકો છો અને તમારા વાળને લાંબા અને ચમકદાર બનાવી શકો છો. ડુંગળીનો રસ તમારા વાળ માટે ખૂબ જ સારો છો. ડુંગળીનો રસ વાળમાં લગાવવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે. હેર ફોલ પર રોક લગાવવામાં ડુંગળીનો રસ ખૂબ જ લાભકારક હોય છે. તેને તમે 3 રીતે વાળ પર અપ્લાય કરી શકો છો. 


ડુંગળીનો રસ વાળ માટે અનેક રીતે ગુણકારી છે. ડુંગળીનો રસ અનેક ગુણોથી ભરપૂર હોય છે. ડુંગળીનો રસ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે. મોટાભાગે લોકો ખોટી રીતે ડુંગળીનો રસ વાળમાં લગાવતા હોય છે જેના કારણે વાળને કોઇ ફાયદો થતો નથી. તો જાણો હેર ફોલ બંધ કરવા અને સાથે ગ્રોથ વધારવા કેવી રીતે ડુંગળીનો રસ વાળમાં લગાવશો.


ડુંગળીનો રસ વાળમાં લગાવવા માટે સૌ પ્રથમ 3 ચમચી ડુંગળીનો રસ લો અને એમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરો. સ્કેલ્પ પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. 


ખાસ ધ્યાન રાખો કે ડુંગળીનો રસ તમારે ઓઇલી હેરમાં લગાવવાનો નથી. ઓઇલી હેરમાં ડુંગળીનો રસ લગાવશો તો કોઇ ફાયદો નહીં થાય. આમ, તમારા વાળમાં ખોડો વધારે થાય છે તો આ રીતે તમે ડુંગળીનો રસ લગાવી શકો છો. ડુંગળી અને લીંબુ, આ બન્ને વસ્તુ વાળમાં થતા ખોડાને દૂર કરવાનું કામ કરે છે.


ડુંગળીનો રસ સલ્ફરથી ભરપૂર હોવાની સાથે એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી પણ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં વાળ પર ડુંગળી લગાવવાથી વાળ ખરવાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે, પરંતુ સ્કેલ્પમાં ખોડો પણ ઓછો થાય છે.


આ સિવાય સફેદ વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે હેર કેરમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવો બેસ્ટ છે. ડુંગળીનો રસ વાળને મૂળથી મજબૂત બનાવવામાં અને તેમને લાંબા અને સોફ્ટ રાખવામાં પણ મદદરૂપ છે. ડુંગળીના રસમાં દહીં  મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરી શકો છો. તેને વાળમાં અડધા કલાક માટે લગાવીને રાખો. તેનાથી તમારો હેર ગ્રોથ સારો થશે. સાથે જ સ્કેલ્પ ઇન્ફેક્શન પણ નહીં થાય. તમને જણાવી દઇએ કે, ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. તેનાથી નાની ઉંમરમાં તમારા વાળ સફેદ પણ નહીં થાય.


સ્ત્રીઓએ ગર્ભધારણ કરવા માટે સૌથી યોગ્ય ઉંમર કઈ, જાણો પછી શું થાય છે સમસ્યાઓ