Deep Vein Thrombosis Symptoms: પગમાં લોહી ગંઠાઈ જવું, જેને તબીબી ભાષામાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ગંભીર સ્થિતિ છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ઘણા લોકો, જ્યારે તેમના પગમાં અસામાન્ય દુખાવો, સોજો અથવા બળતરાનો અનુભવ કરે છે, ત્યારે ઇન્ટરનેટ પર લક્ષણો શોધે છે, અને પછી જ ખ્યાલ આવે છે કે, પરિસ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે. પગમાં લોહી ગંઠાઈ જવાની ઘટના ત્યારે થાય છે, જ્યારે લોહી જાડું થાય છે અને નસમાં એકઠું થાય છે. આ સામાન્ય રીતે પગની પિંડી અથવા જાંઘની નસોમાં થાય છે અને તેને ડીપ વેઈન થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. જો સારવાર ન કરવામાં આવે તો, ગંઠાઈ ગયેલું લોહી ફેફસાંમાં અટવાય જાય છે, જેના કારણે પલ્મોનરી એમબોલિઝમ થાય છે. આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
DVT માટે તાત્કાલિક સારવાર જરૂરી છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જો DVT ના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. વહેલાસર તપાસ અને સારવાર મૃત્યુ અને ગંભીર ગૂંચવણોને અટકાવી શકે છે. લોહીના ગંઠાવાનું સારવાર સામાન્ય રીતે દવાઓ અથવા ખાસ તબીબી પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે જેનો હેતુ લોહીના થક્કાને ઓગળવાનું અને તેને દૂર કરવાનું હોય છે. ઘણા કિસ્સાઓમાં, દર્દીઓએ નવા ગંઠાવાનું બનવાનું અટકાવવા માટે અને શરીરને જૂના ગંઠાવાને રિપેર કરવા માટે અઠવાડિયા કે મહિનાઓ સુધી દવાઓ લેવી પડે છે.
લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. કેટલાકને હળવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે, જ્યારે અન્યને અચાનક, ગંભીર સ્થિતિ પહોંચે બાદ જ રોગનું નિદાન થાય છે.
પગમાં દુખાવો
આ દુખાવો ઘણીવાર પિંડીઓમાં શરૂ થાય છે. તે ખેંચાણ, દુખાવો અથવા સ્નાયુઓમાં ખેંચાણ જેવું અનુભવાય શકે છે. ઊભા રહેવાથી કે ચાલવાથી દુખાવો વધી શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે એક પગમાં થાય છે, બંનેમાં નહીં. ઘણીવાર લોકોને તેને સ્નાયુઓમાં સામાન્ય ખેંચાણ સમજીને અવગણે છે.
એક પગમાં સોજો
સોજો અચાનક અથવા ધીમે ધીમે આવી શકે છે. એક પગ બીજા કરતા મોટો દેખાઈ શકે છે. શૂઝ અથવા પેન્ટ એક બાજુ વધુ ટાઇટ લાગે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ પગમાં લોહીના ગંઠાવાનું હોય છે. તેને અવગણવું જોઈએ નહીં.
અસરગ્રસ્ત વિસ્તારમાં બળતરા થવી
જ્યાં લોહી ગંઠાઈ જાય છે. તે જગ્યાએ અને તેની આસપાસ બળતરા થાય છે. આ સ્થિતિ સામાન્ય રીતે એક પગ સુધી મર્યાદિત હોય છે. આ પગમાં સોજો પણ અનુભવાય છે.
લાલાશ અથવા ત્વચાના રંગમાં ફેરફાર
પગની ત્વચા લાલ, વાદળી અથવા સામાન્ય કરતાં ઘાટી દેખાઈ શકે છે. આ ફેરફાર સામાન્ય રીતે પિંડીની અને જાંઘની આસપાસ દેખાય છે. જો લ7ણો અનુભવા. તો તેને ગંભીરતાથી લેવા જરૂરી છે. તો તે DBTની તરફ ઇશારો કરે છે.
પગમાં ભારેપણું અથવા જડતા
જો તમે તમારા પગમાં ભારેપણું અથવા જડતા અનુભવો છો અને તે આરામ કર્યા પછી પણ દૂર થતું નથી. તો આ લક્ષણ હળવું હોવાથી શરૂઆતના તબક્કામાં તે ખૂબ સામાન્ય માનવામાં આવે છે.
ઇમર્જન્સીની સ્થિતિ
જો તમારા પગના લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ખાંસીમાં લોહી, અથવા ઝડપી ધબકારા સાથે હોય, તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. બની શકે લોહીના થક્કા ફેફસાં સુધી પહોંચી ગયા હોઇ.આ પરિસ્થિતિ ગંભીર છે
કોને વધુ જોખમ છે?
જે લોકો લાંબા સમય સુધી બેઠા રહે છે, તાજેતરમાં કોઇ શસ્ત્રક્રિયા અથવા ઈજા થઈ હોય, તેને આ બીમારીનું વધુ જોખમ રહે છે. ઉપરાંત ગર્ભવતી મહિલાઓને પણ આ સમસ્યાનું જોખમ રહે છે. જે લોકો ધૂમ્રપાન કરે છે, હોર્મોન થેરાપી અથવા બર્થ કંટ્રોલ પિલ્સ લે છે, અથવા તો આ બીમારીની ફેમિલિ હિસ્ટ્રી છે તો આવી વ્યક્તિમાં જો આવા કોઇ લક્ષણો દેખાય કે તરત જ યોગ્ય પગલાં લેવા જોઇએ નહિતો સ્થિતિ વધી ગંભીર થઇ શકે છે.