સામાન્ય તાવમાં મોટભાગના લોકો પેરાસિટામોલની ટેબલેટ લેતા હોય છે. કેટલાક લોકો તો ડોક્ટરની સલાહ લીધા વિના જ આ ટેબલેટ આડેધડ લેતા હોય છે. ક્યાં લોકો માટે પેરાસિટામોલ જોખમી છે. જાણીએ...


નિષ્ણાંતોનું માનવું છે કે પેરાસિટામોલનું દરરોજ સેવન કરવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. સંશોધકે હૃદયના જોખમવાળા દર્દીઓને પેરાસિટામોલ આપવાની સ્પષ્ટ મનાઈ કરી છે.


જ્યારે તાવ, શરદી કે મામૂલી વાયરલ હોય ત્યારે લોકો વારંવાર પેરાસિટામોલ ખાય છે. સામાન્ય રીતે, તેને ઘરોમાં રાખવામાં  પણ તે અવેલેબલ હોય છે, જેના કારણે લોકો સહેજ પણ તકલીફ થાય તો પણ ડોક્ટરની સલાહ વગર પેરાસિટામોલનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી તમારે ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.


આ લોકોએ ન લેવી જોઇએ પેરાસિટામોલ


રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચાર દિવસ પછી આ તમામ લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા 20 ટકા વધી ગઈ. જેના કારણે સંશોધકનું માનવું છે કે,હાર્ટ એટેક કે સ્ટ્રોકના દર્દીઓએ પેરાસીટામોલ દવા આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ સિવાય જે લોકોને શરીરના દુખાવા કે સાંધાના દુખાવા વગેરેની સમસ્યા હોય તેમણે પેરાસિટામોલ સપ્લીમેન્ટ લેવાનું બંધ કરી દેવું જોઈએ.


આ સિવાય રિસર્ચનું તારણ છે કે, જે લોકો બીપીના દર્દી છે. એવા લોકો જ્યારે ઓ પેરાસિટામોલની દવાઓ  લેછે તો તેમણે બ્લડ પ્રેશરની દવા અવશ્ય લેવી જોઇએ. ઉલ્લેખનિય છે કે, પેરાસિટામોલ લીધાના એક સપ્તાહ બાદ  બ્લેડ પ્રેશર વધવા  લાગે છે. જે સ્ટ્રોકનું કારણ બની શકે છે.


Disclaimer:આ આર્ટિકલમાં દર્શાવેલ માહિતી માત્ર થોડી જાણકારી પર આધારિત છે. આ ઉપચાર વિધિ કે ડાયટને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.