Parenting Tips: વ્યસ્ત જીવનની વચ્ચે આજકાલ પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે ખૂબ ઓછો સમય વિતાવે છે. વર્કિંગ પેરેન્ટ્સ માટે તો આ બાબત ખૂબ લાગુ પડે છે. કેમકે પેરેન્ટ્સ માટે બાળકોને સમય આપવો થોડો મુશ્કેલ પડે છે. આ કારણે સમય જતા માતા-પિતા અને બાળકોના સંબંધોમાં અંતર આવવા લાગે છે. એક વખત અંતર આવી જાય પછી આ સંબંધોને સારા કરવાનું કામ કઠિન થઇ જાય છે. પેરેન્ટ્સ આ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાનું બોન્ડિંગ સ્ટ્રોંગ કરી શકે છે.


બાળકો સાથે કામ કરો


બાળકો સાથે તમે કામ કરવા માટે થોડો સમય કાઢો. તમે બાળકો સાથે ગાર્ડનિંગરસોઇઘરની સફાઇગોઠવણ કે શાકભાજી સમારવા જેવું કામ કરી શકો છો. આ એ કામ છે જે બાળકોને તમારી નજીક લાવે છે અને તમારા સંબંધોને મજબૂત બનાવે છે. તેનાથી ફાયદો એ પણ થશે કે બાળકો ગેઝેટ્સથી થોડો ટાઇમ દુર રહેશે.


એક સાથે ડિનર કરો


વર્કિંગ પેરેન્ટ્સ અને સ્કુલ કે કોલેજ જતા બાળકોનું એક સાથે લંચ કરવુ શક્ય હોતુ નથીતેથી ડિનર સાથે કરોજો તમે તમારા ફેમિલિ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા ઇચ્છો છો તો સાથે ડિનર કરવુ બેસ્ટ ઓપ્શન છે. તેથી જ્યારે પણ ઘરે બ્રેકફાસ્ટ કે ડિનર કરી રહ્યા હોય ત્યારે સાથે બેસો. વિકેન્ડમાં તમે તમારા બાળકોને બહાર ડિનર માટે લઇ જઇ શકો છો.


સાથે રમવું પણ છે જરૂરી


તમે તમારા બિઝી શિડ્યુઅલમાંથી સમય કાઢીને બાળકો સાથે મસ્તી કરી શકો છો. કોઇ ગેમ રમી શકો છો. બાળકો સાથે દોસ્તી કરવાની આ સૌથી બેસ્ટ રીત છે. બાળકોને પસંદ હોય તેવા કામ તમે સાથે મળીને કરી શકો છો.


બાળકોને લાડ કરો


બાળકોને લાડ કરો તે ખૂબ જ ગમતુ હોય છે. કામમાં બિઝી હોવ તો પણ બાળકોને પ્રેમ કરવાનું ન ભુલો. તેનાથી તમારા સંબંધો મજબૂત બનશે. એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે જે બાળકોને પ્રેમ મળતો રહે છે તેઓ ખૂબ ખુશ રહે છે અને ક્યારેય બિમાર પડતા નથી.


બાળકોના ઇમોશનને સમજો


તમારે તમારા બાળકોની દરેક વાતોને ધ્યાનથી સાંભળવી જોઇએ. જો તમે બાળકોની વાતો સાંભળો છો અને તેમના ઇમોશન્સને સમજો છો તો તેમના મનમાં શું ચાલી રહ્યુ છે તે જાણવું તમને સરળ પડશે. તમે આમ કરીને બાળકોની નજીક આવી શકો છો.