Potato face Pack:શિયાળામાં ચહેરો ડલ થઇ જાય છે, સ્કિન ડલ થઇ જાય છે. આ સ્થિતમાં આલૂને આ રીતે ઉપયોગ કરવાથી ત્વચાની કાળાશ દૂર થાય છે અને નિખાર આવે છે.


  શિયાળાની ઋતુમાં ચહેરાનો રંગ નિસ્તેજ થઈ જાય છે. ચહેરાની કોમળતા છીનવાઈ જાય છે. આ સિઝનમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. બટેટા એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં જોવા મળે છે. શિયાળામાં બટેટાના આલૂ પરાઠા બધાને   ભાવે છે  પરંતુ તમે બટાકાની મદદથી તમારી સ્કિન ટોન પણ જાળવી શકો છો, આવો જાણીએ કેવી રીતે.


શિયાળાની ઋતુમાં મારો ચહેરો સાવ શુષ્ક થઈ જાય છે. અનેક પ્રકારની ક્રીમ લગાવ્યા પછી પણ રંગ પાછો આવતો નથી.  તેથી હું મારા ચહેરા પરની ચમક પાછી લાવવા રસોડા તરફ વળી અને મારા હાથમાં બટાકા લીધા. થોડા દિવસોના ઉપયોગ પછી, ચહેરાનો રંગત પાછી ફરી. આ કહેવું છે બિહારના સાસારામની રિચાનું, જે બ્યુટી પાર્લર ચલાવે છે. તે તેની મહિલા ગ્રાહકોને પણ બટાકાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આવો જાણીએ કેવી રીતે બટાકાના ઉપયોગથી ચહેરા પર નિખાર લાવી શકાય છે.


 બટેટા અને લીંબુ


બટાકામાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે ચહેરા પર નિખાર લાવે છે. લીંબુમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે ચહેરા પરથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બંનેને એકસાથે લગાવવાથી ચહેરાની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. 2 ચમચી બટાકાના રસમાં લીંબુ અને મધ મિક્સ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો અને હળવો મસાજ કરો.10 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાથી તેની અસર આપોઆપ જોવા મળશે.


 બટાકા અને ટામેટાં


બાફેલા બટાકામાં ટમેટાની પેસ્ટ ઉમેરો. પછી તેમાં મધ ઉમેરો અને ફેસવોશ તરીકે ઉપયોગ કરો. 10 મિનિટ પછી તેને ધોઈ લો. થોડા દિવસોના ઉપયોગ પછી, તમે જોશો કે તમારો ચહેરો માત્ર ચમકતો નથી, પણ વધુ ગોરો પણ બન્યો છે.


બટાકા અને ચોખા


બટાકાની પેસ્ટ અને ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેમાં થોડું મધ ઉમેરો. જો તમે ઈચ્છો તો લીંબુના થોડા ટીપા પણ ઉમેરી શકો છો. પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે સુધી રાખો બાદ તેને હળવા હાથે માલિશ કરીને કાઢી લો અને પછી પાણીથી ફેસ વોશ કરી લો. તેનાથી ચહેરા પરનું  ટેનિંગ દૂર થઇ જશે.


 બટેટા અને દહીં


બટાકાની પેસ્ટ બનાવો અને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને સાફ ચહેરા પર સારી રીતે લગાવો અને 20 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3 વખત તેનો ઉપયોગ કરવાથી તેની અસર તરત જ દેખાશે. શિયાળામાં ચહેરો સોફ્ટ થશે અને પિગમેન્ટેશનની સમસ્યા પણ દૂર થશે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.