પ્રેગ્નેન્સીની શરૂઆતથી લઈને ડિલિવરી સુધી મહિલાઓને પોતાની ડાટેય પર ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ઉનાળાનો સમય ખૂબ જ સારો માનવામાં આવે છે. કારણ કે, આ સમય મોસમી ફળો અને શાકભાજીથી ભરેલો છે, જે તેમને પોષણ આપી શકે છે અને માતા અને બાળકના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આવા સમયે મહિલાઓએ એવો આહાર લેવો જોઈએ જે તેમના શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે અને ઉનાળાની ઋતુમાં શરીરમાં ઠંડક જાળવી રાખે.


ભોજનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પ્રેગ્નેન્સી વખતે મહિલાઓને અમુક ફૂડ્સને પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરવા જોઈએ. ગર્ભમાં વિકસી રહેલા શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે પોષણયુક્ત ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે. 


ઉનાળામાં ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સમયે તમારા શરીરની જરૂરિયાતો વધી જાય છે. શરીરમાં હાઈડ્રેશન જળવાઈ રહે તે માટે તાજી અને પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓ ખાવી જોઈએ. ચાલો જાણીએ આવી ખાદ્ય વસ્તુઓ વિશે જેને ઉનાળામાં તમારા આહારમાં સામેલ કરવી જ જોઈએ.


પ્રેગ્નેન્સી વખતે ભોજનનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી માતાને મુશ્કેલી થઈ શકે છે સાથે જ બાળકોના વિકાસ અને વૃદ્ધિમાં પણ મુશ્કેલી આવી શકે છે.


ઉનાળામાં ફળોનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમને પોષણ આપે છે અને તમારા બાળકના વિકાસ માટે જરૂરી વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે.


પાલક, ટામેટાં, કોબી અને કઠોળ જેવા લીલા શાકભાજી તમારા શરીરને આવશ્યક આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડ પ્રદાન કરે છે. જે પ્રેગ્નન્સી દરમિયાન ખાવું ખૂબ જ ફાયદાકારક છે. 


ઉનાળામાં નાળિયેર પાણીનું સેવન કરવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે અને તમને એનર્જી મળે છે. સગર્ભા સ્ત્રીઓએ દરરોજ નારિયેળ પાણી પીવું જોઈએ.


આ ખાદ્ય પદાર્થો પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડીનો સારો સ્ત્રોત છે, જે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરેક સગર્ભા સ્ત્રીએ દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. 


Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.