Health tips :આયુર્વૈદ અનુસાર પીળા ફળોને ડાયટમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે. તેનાથી અનેક બીમારીને દૂર રાખી શકાય છે. પીળા ફળો કૈરોટિનોઇડ અને બાયોફ્લેવોનોઇડટથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર છે.


 અનાનસ ખાવાથી શરીરમાં સોજો ઓછો થાય છે. આ સાથે જ તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે


 ફાઇબર, ફોલેટ, આયરનથી ભરપૂર હોય છે બેલ પેપર. જે આપના શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.


 લીંબુમાં ગ્રાઇડ્રિટિંગ અને ક્ષારિય ગુણ હોય છે. જે આપના શરીરમાં થતી પથરીની સમસ્યાને પણ દૂર કરે છે. લીંબુ પાચન સુધારવાની સાથે વજન ઉતારવામાં પણ ઉપકારક છે.


 કેરી દરેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે.જે આંખોની સમસ્યામાં સુધારક છે તદપરાંત તે હિમોગ્લોબીનની કમીને દૂર કરે છે. હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે.


 કેળા ખાવામાં સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે.જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.


Disadvantages of Facial: ફેસિયલથી માત્ર ફાયદા જ નહિ પરંતુ આ થાય છે નુકસાન, જાણો કેટલાક સમયે કરાવવું હિતાવહ


Disadvantages of Facial: કોઈપણ ખાસ પ્રસંગે ફેસનો ગ્લો વઘારવા માટે મહિલાઓ માત્ર ફેશિયલ કરાવે છે, જે યોગ્ય છે. ફેશિયલ ત્વચાની ઊંડા સફાઇ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ  બનાવે છે. પરંતુ જો તમે મહિનામાં બે થી ત્રણ વાર ફેશિયલ કરાવતા હોવ તો તે ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.


સૂર્યપ્રકાશ, ધૂળ, માટી અને પ્રદૂષણની અસર સૌથી પહેલા આપણા ચહેરા પર દેખાવા લાગે છે. કરચલીઓની સાથે સાથે ફોલ્લીઓ, પિમ્પલ્સ,  શુષ્કતાની સમસ્યામાં પણ પરેશાની થવા લાગે છે. તેથી ત્વચાને સ્વચ્છ રાખવા માટે અઠવાડિયામાં એકવાર સ્ક્રબિંગ કરો અને બેથી ત્રણ વાર ફેસ પેક લગાવો, વારંવાર ફેશિયલ ન કરો. આવો જાણીએ વધુ પડતા ફેશિયલ કરાવવાના ગેરફાયદા.


પિમ્પલની  સમસ્યા
વારંવાર ફેશિયલ કરાવવાથી ચહેરાના છિદ્રો ખુલી જાય છે, જેના કારણે પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. આ સાથે જેમની ત્વચા તૈલી હોય છે તેઓને ફેશિયલ પછી વારંવાર ખીલ થાય છે.


ખંજવાળની સમસ્યા
ફેશિયલમાં કેમિકલથી ભરપૂર ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ક્યારેક ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તીવ્ર ખંજવાળને કારણે ફોલ્લીઓ પણ બહાર આવી શકે છે.









વારંવાર ફેશિયલ કરવાથી ત્વચાનું pH બેલેન્સ બગડે છે. જેના કારણે શુષ્કતાની સાથે અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આનાથી બચવા માટે વધુ પડતા ફેશિયલ ન કરો.


એલર્જીની સમસ્યા


જે લોકો ફેશિયલમાં વપરાતા રસાયણોને અનુરૂપ નથી તેમને તેમના ફેશિયલથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.


ડ્રાયનેસ વધારે છે


વારંવાર ફેશિયલ કરાવવાથી ત્વચાનો ગ્લો નથી વધતો, તેનું નેચરલ મોઈશ્ચરાઈઝર ચોક્કસપણે ઘટી જાય છે, જેના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. તેથી એક કે બે મહિનામાં એકવાર ફેશિયલ કરાવવું પૂરતું છે. આ સાથે, આવા ફેશિયલ કરાવો જેમાં કુદરતી અને ઓર્ગેનિક ઉત્પાદનો હોય.


રેડનેસ થઇ જવી


ફેશિયલ કરાવવાથી ક્યારેક લાલાશની સમસ્યા થાય છે. યોગ્ય ફેશિયલ ન કરાવવાને કારણે અથવા વધુ પડતા સ્ક્રબિંગ અને મસાજને કારણે પણ ચહેરો લાલ થઈ શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, દવા કે સારવાર પદ્ધતિની પુષ્ટી કરતું નથી. તેને અનુસરતા પહેલા ડોક્ટર તેમજ જે તે વિષય સંબંધિત નિષ્ણાતની સલાહ લો