શિયાળાની ઋતુમાં ઘણા લોકો ગળામાં ખરાશની સાથે સાથે સુકી ખાંસીથી પરેશાન હોય છે. આ સીઝનમાં ઘણાં લોકોમાં સુકી ઉધરસની તકલીફ જોવા મળે છે. ડ્રાય કફ કે ખાંસી ઝડપથી મટતી નથી. હવામાન બદલવાના લીધે આમ થતુ હોય છે. જો તમને આ તકલીફ બે અઠવાડિયા સુધી રહે છે તો તે ગંભીર ચિંતાની વાત છે. ઘણી વાર કેટલીયે સીરપ લો, દવાઓ ખાવ, પરંતુ ખાંસી અને ખરાશમાં આરામ મળતો નથી. આવા સંજોગોમાં કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઇએ.
સૂકી ઉધરસ માટેના ઉપાયો
- સંતરાના રસમાં એક ચમચી હળદર, એક ચપટી મરી મિક્સ કરીને પી શકો છો.
- તમે ઇચ્છો તો એક ચમચી મધ રોજ રાતે હુંફાળા ગરમ પાણીમાં નાંખીને પી શકો છો.
- આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે સુકી ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. તમે એક ચપટી મીઠુ અને આદુ મિક્સ કરીને ચા અને મધ સાથે પી લો.
- 1 ચમચી આદુનો રસ લઈ તેમાં થોડાં ટીપાં મધના મિક્સ કરીને ચાંટવાથી ફાયદો થાય છે. આ સાથે જ તમે રોજ સ્ટીમ પણ લઈ શકો છો. સ્ટીમ લેવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને શરદી-ખાંસી અને કફની સમસ્યા થતી નથી.
- ઘીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળાને નરમ રાખે છે. ઘીમાં મરી પાવડર નાંખીને ખાશો તો સુકી ખાંસીમાં આરામ મળશે.
- તુલસીનો ઉકાળો ગળાની ખરાશ અને ખાંસી બંનેમાં ફાયદાકારક છે. તુલસીના પાન નાંખીને પાણી ઉકાળો અને પછી ગોળ નાંખીને પીવો.
- આદુની ચા તો ફાયદાકારક છે, આ ઉપરાંત આદુના ટુકડાને રાતે જીભની નીચે દબાવો અને તેનો રસ અંદર લેતા રહો. તેનાથી ખાંસી આવવી બંધ થઇ જશે.
- ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી દુર રહો, ઠંડુ પાણી પણ અવોઇડ કરો.
- બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.
- પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો.
- રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છએ.
- 7-8 તુલસીના પાન, કટકો આદુ અને 4-5 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે. ગરમ પાણી પીતા રહો. એનાથી ગળું સૂકું થતું નથી અને ગળાને શેક પણ મળે છે.