બીડી અને સિગારેટ પીવાથી અનેક રોગો થાય છે. ડબ્લ્યુએચની ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) અને ન્યૂકૈસલ યુનિવર્સિટી તરફથી સંયુક્ત રીતે વિકસિત એક નવા બ્રિફ અનુસાર, ધૂમ્રપાન છોડવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 30-40 ટકા ઘટાડી શકાય છે.                               

  


WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે  'પુરાવા સૂચવે છે કે ધુમ્રપાન શરીરના બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ થઈ શકે છે.


સંયુક્ત રાષ્ટ્રની હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે ટાઇપ-2 ડાયાબિટીસ એ વિશ્વભરમાં સૌથી સામાન્ય ક્રોનિક રોગો પૈકી એક છે. એજન્સીનું કહેવું છે કે, જો કે તેને રોકી શકાય છે. ડબ્લ્યુએચઓ અનુસાર, ટાઇપ-2 ડાયાબિટીસના મુખ્ય કારણો વધારે વજન, પૂરતી કસરત ન કરવી અને આનુવંશિકતા છે.              


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IDFનો અંદાજ છે કે વિશ્વભરમાં 537 મિલિયન લોકોને ડાયાબિટીસ છે અને આ સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે ડાયાબિટીસ વૈશ્વિક સ્તરે મૃત્યુનું નવમું મુખ્ય કારણ છે. ડબ્લ્યુએચઓના કહેવા પ્રમાણે ધૂમ્રપાનથી ડાયાબિટીસ સંબંધિત રોગો જેમ કે હૃદય રોગ, કિડની ફેલ્યોર અને અંધત્વનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસને કારણે શરીરમાં ઘા રૂઝવામાં વિલંબ થાય છે.                 


ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના પ્રમુખ અખ્તર હુસૈને કહ્યું, 'અમારી સંસ્થા લોકોને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે ધૂમ્રપાન બંધ કરવા વિનંતી કરે છે. અને જો તમને ડાયાબિટીસ હોય તો ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસની સમસ્યા ગંભીર થતી નથી.                                        


જો તમારું વજન વધારે હોય તો તેને ઘટાડવું જોઇએ. એક અભ્યાસ અનુસાર, જે લોકોનું વજન વધારે હતું તેમના વજનમાં સાત ટકાનો ઘટાડો કર્યો જેથી તેમના પર ડાયાબિટીસનું જોખમ 60 ટકા ઓછું થયું હતું. નિયમિત વ્યાયામ કરો અને શારીરિક રીતે સક્રિય રહો. દરરોજ ઓછામાં ઓછી 20-25 મિનિટ કસરત કરો. તમારા આહારમાં શક્ય તેટલું વધુ ફાઇબર સામેલ કરો, જે તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.