Skin Care Tips :કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે ઘણી રીતે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.


શિયાળામાં ત્વચા  નિસ્તેજ અને ડ્રાય થઇ જાય છે.  (Dull Skin Problem in Winter). તેનું સૌથી મોટું કારણ હવામાન છે. શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં કાચા દૂધ તમારી ત્વચાની સંભાળમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


આપને  જણાવી દઈએ કે, કાચા દૂધમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને લેક્ટિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે  ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચાને ચમકદાર અને નરમ બનાવવામાં મદદ કરે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે જે ચહેરા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય


કાચુ દૂધ બેસ્ટ મોશ્ચરાઇઝર


કાચું દૂધ ખૂબ જ સારું મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. તેને મોઇશ્ચરાઇઝર તરીકે વાપરવા માટે સૌથી પહેલા 3 થી 4 ચમચી કાચું દૂધ લો. તેમાં અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. આ પછી, તેને સારી રીતે મિક્સ કરો અને તેને કોટન બોલની મદદથી ચહેરા, ગરદન અને હોઠ પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ થઈ જવાની સાથે સોફ્ટ પણ બનશે અને સ્કિન ટેન થઇ હશે તો કાળાશ પણ દૂર થશે.



  • Dark Circles: દૂર કરવા માટે હળદર છે કારગર,આ રીતે કરો પ્રયોગ આંખની નીચે ડાર્ક સર્કલ છે?

    ઘરેલુ નુસખાથી દૂર કરો ડાર્ક સર્કલ

    હળદરના પાવડરનું પેસ્ટ લગાવો

    હળદરમાં દહીં, લીંબુના રસ મિક્સ કરો

    આ પેસ્ટને ડાર્ક સર્કલમાં લગાવો

    15-20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો

    આ નુસખાથી ડાર્ક સર્કલ દૂર થશે